વડતાલ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ માટે બેઝિક લાઈફ સપોર્ટની એમ્બુલન્સ લોકાર્પણ કરવામાં આવી

  • નડીયાદ અને વડતાલની આસપાસ રહેતી જનતાને આઇસીયુ ઓન વ્હીલ્સનો લાભ મળી રહેશે.

નડીયાદ, કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે વડતાલ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલને બેઝિક લાઇફ સપોર્ટ સાથેની એમ્બુલન્સનુ લોકાર્પણ કરવામાં આવ્યુ.

સાંસદ ખેડા, દેવુસિંહ ચૌહાણના સ્થાનિક વિકાસ ફંડમાંથી અનુદાનિત ગ્રાન્ટ વર્ષ- 2021-22 માંથી સ્વામિનારાયણ હોસ્પિટલ એન્ડ મેડીકલ રીસર્ચ ફાઉન્ડેશન સંચાલિત સ્વામિનારાયણ મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલને લાઇફ સર્પોટ સિસ્ટમ સહિતની એમ્બ્યુલન્સ વાહન ખરીદવાની કામગીરી માટેમુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી-ખેડાને અમલીકરણ અધિકારી બનાવેલ અને આયોજન ભવન કચેરી નડીયાદ દ્વારા વહીવટી મંજુરી રૂ. 26,45,108 (છવ્વીસ લાખ પિસ્તાલીસ હજાર એકસો આઠ) આપેલ છે. જેમાં ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. જેથી આજરોજથી સ્વામિનારાયણ સંસ્થા વડતાલ દ્વારા નડીયાદ તાલુકાની અંદાજીત 533016 તેમજ વડતાલની આજુબાજુના કુલ વસ્તી 47898 ની જનતાને આઇસીયુ ઓન વ્હીલ્સ નો લાભ મળી રહેશે.

આ પ્રસંગે પ.પૂ, આચાર્ય રાકેશપ્રસાદજી અને ઈઉઇંઘ ડો.વી.એ.ધ્રુવેની સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.