શહેરાના ભદ્રાલા ગામે બુટલેગરને ત્યાં એલ.સી.બી.એ રેઈડ કરી

શહેરા, શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાંથી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસની રેઇડ દરમિયાન બુટલેગર અજય પગી મળી આવ્યો ન હતો.

શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં અજય પગી નામના બુટલેગર છુપી રીતે દારૂ લાવીને વેચાણ કરતો હોવાની માહિતી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળેલ હતી. મળેલ માહિતીના આધારે એલ.સી.બી પોલીસે અજય બુટલેગર ના ત્યાં રેઇડ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો પણ બુટલેગર અજય પગી મળી આવ્યો ન હતો. જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દારૂના જથ્થાને પોલીસ મથક ખાતે લાવીને બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંટી બબલી તરીકે ઓળખાતા બુટલેગર મોટા પાયે દારૂનું વેચાણ છુપી રીતે કરતા હોવાનું ચર્ચાઇ રહ્યું હોય ત્યારે પોલીસ દ્વારા આ બાબતને પણ ગંભીરતાથી લઈને દારૂનું વેચાણ થતું અટકે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખરી? જોકે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ પહેલા પણ આજ ગામમાંથી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. ત્યારે અજય બુટલેગરના ત્યાંથી પણ દારૂનો જથ્થો મળી આવ્યો હોય ત્યારે આ ગામમાં હજુ પણ અનેક બુટલેગરો છુપી રીતે વધુ કમાણી કરવાની લાલચમાં નશાનો કાળો કારોબાર કરતા હોય એમ કહીએ તો નવાઈ નહી.