- 2021 થી 2023 સુધીના ગાળામાં ગ્રામસભા યોજાઈ નથી.
- આવા લોલમલોલ વહીવટદાર તલાટીને ગામનો વિકાસ રૂંધાયો.
કાલોલ, કાલોલ તાલુકાના વ્યાસડા ગ્રામ પંચાયતના વહીવટદાર નિમણુંક થયેલ છે પણ આ વહિવટદાર ગ્રામ પંચાયતમાં હાજર રહેતા નથી. માત્ર મંગળવાર અને શુક્રવારના દિવસે પંચાયતમાં માંડ હાજર રહેતા હોય જેને લઈ પંચાયતમાં કામ અર્થે આવતા અરજદારોને ધરમધકકા ખાવા મજબુર છે.
કાલોલ તાલુકાના વ્યાસડા ગ્રામ પંચાયત કચેરીમાં વહીવટદાર તરીકે તલાટી કમ મંત્રી બામણીયા પંચાયત કચેરીમાં હાજર રહેતા નથી. અઠવાડિયામાં માંડ મંગળવાર અને શુક્વારના દિવસે હાજર રહે છે. આ સિવાયના બાકીના દિવસોમાં ગ્રામ પંચાયતને તાળા લાગેલા જોવા મળે છે. ગ્રામ પંચાયત કચેરીમાં વહિવટદાર તલાટી કમ મંત્રી હાજર નહિ રહેતા હોવાથી પંંચાયતમાં કામ અર્થે આવતાં ગ્રામજનોને ધરમધકકા ખાવા પડી રહ્યા છે. વ્યાસડા ગ્રામ પંચાયતમાં 2021 થી 2023 સુધી એક પણ ગ્રામસભા યોજવામાં આવી નથી. આમ, રામ ભરોસે લાલમલોલ વહીવટ ચાલતો હોવા છતાં તાલુકા પંચાયત કચેરી કાલોલ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરાઈ રહી નથી. જેને લઈ ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. વ્યાસડા પંચાયતમાં રેગ્યુલર ફરજ નહિ બજાવતા વહિવટદાર તલાટી સામે કાર્યવાહી કરાશે ખરી ?