ગોધરા,પંચમહાલ જીલ્લામાં એચ.ટી.એ.ટી. મુખ્ય શિક્ષક તરીકે પ્રાથમિક શાળામાં 2021 થી 2018 સુધી નિમણૂંક કરવામાં આવી હતી. 2012 થી શાળામાં કામગીરી કરી હોવા છતાં બદલી અને. સેવાકીય નિયમો જાહેર નહિ કરવામાં આવતાં મુખ્ય શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શાળાઓમાં એચ.ટી.એ.ટી.મુખ્ય શિક્ષકોની વર્ષ 2012 થી 2018 સુધીમાં નિમણૂંક કરવામાં આવી હતી. 2012 થી શાળાઓમાં કામગીરી કરી રહ્યા હોવા છતાં એચ.ટી.એે.ટી.મુખ્ય શિક્ષકોની પ્રાથમિક શાળાના એચ.ટી.એ.ટી. મુખ્ય શિક્ષકોની બદલી સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્ર્નોના નિરાકરણ માટે અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં નિયમોનું નિરાકરણ નહિ આવતાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપીને નિર્ણય લેવા માંગ કરાઈ છે. માંગ પુરી નહિ થતાં આવનાર દિવસોમાં ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.