ગોધરાના છબનપુર ગામે આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજના 17માં સમૂહ લગ્ન સમારોહ યોજયો

  • 17મો સમૂહ લગ્ન સમારોહમાં 27 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા.

ગોધરા, પંચમહાલ જીલ્લાના ગોધરા છબનપુર ગામે આઈશ્રી સોનલ ગઢવી સમાજ દ્વારા 17મો સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સમૂહ લગ્નમાં ચારણ ગઢવી સમાજના 27 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા.

ગોધરાના છબનપુર ગામે આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજ દ્વારા 17માં સમૂહ લગ્નંનું આયોજન કરવામાં આવ્યું હતું. 17માં સમૂહ લગ્ન સમારોહમાં ચારણ ગઢવી સમાજના 27 નવયુગલોએ અવદાંપત્યોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. 27 નવયુગલોએ આઈશ્રી સોનલમાંના આર્શિવાદ લઈ લગ્ન જીવનની શરૂઆત કરી હતી. સમૂહ લગ્ન સમારોહમાં ગઢવી સમાજ દ્વારા 27 નવયુગલોને ધરવખરી, જીવન જરૂરીયાત માટે 60 જેટલી વસ્તુઓની ભેટ આપી હતી. પંચમહાલ જીલ્લામાંં ચારણ ગઢવી સમાજ દ્વારા સમૂહ લગ્ન થકી અત્યાર સુધી 400 જેટલા નવયુગલોના લગ્ન કરાવી ચુકયા છે. સમાજ દ્વારા સમૂહ લગ્નથી ગઢવી સમાજમાં શૈક્ષણિક સ્તર વધારવા માટે પણ પ્રયાસો કરવામાં આવી છે. આજરોજ યોજાયેલ ચારણ ગઢવી સમાજના સમૂહ લગ્ન સમારોહમાં પંચમહાલ જીલ્લા રેન્જ આઈ.જી. આર.વી.અંસારી અને જીલ્લા પોલીસવડા હિંમાંશુ સોલંકી ઉપસ્થિત રહી નવ વરવધુને આર્શીવાદ અને લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી.