ધોધંબા, ઘોઘંબા તાલુકાના આંબલી ફળીયા ગામે પ્રાથમિક શાળા ખાતે સિમલીયા કોલેજ ગજજના વાર્ષિક કેમ્પમાં આજરોજ ઘોઘંબા પોલીસ સ્ટેશનના અજઈં બળવંતસિંહ બારીયા અને સુરેશભાઈ બારીયાએ રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપ્યું હતું. એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ સંસ્થાના ચંદુભાઈ બારીયાએ ગૌ આધારીત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. એડવોકેટ ધર્મેન્દ્રસિંહ પેશરાણા અને જયશ્રીબેન પેશરાણાએ કાનુની જાગૃતિ અને મહિલાઓના અધિકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રોગ્રામ ઓફીસર ડો. રામભાઈ મેઘવાળે સ્વાગત કર્યુ હતુ. પ્રાથમિક શાળાના આચાર્ય પારૂલબેન પટેલ, સ્વયં સેવકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.