આજ નું રાશિ ભવિષ્ય તારીખ 26 ફેબ્રુઆરી 2024

Aaj-nu-rashifal-

મેષ (અ.લ.ઈ.) : મેષ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં વિતાવશો તેમજ ગુમાવેલા અવસર પાછા મળશે અને નોકરીમાં સારા અધિકાર મળશે,વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે.

વૃષભ (બ.વ.ઉ.): ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા રહેશે તેમજ ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે,વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.

મિથુન (ક.છ.ઘ.): આ રાશિના જાતકોને અંગત કાર્યોમાં સાવધાની રાખવી તેમજ કામમાં મહેનત વધારે કરવી પડશે અને ધન બાબતે પરેશાની જણાશે, વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે

કર્ક (ડ.હ.): ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું અને ખાવાપીવામાં કાળજી રાખવી તેમજ વડીલ વર્ગથી તકલીફ જણાશે અને ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.

સિંહ (મ.ટ.): સિંહ રાશિના જાતકોને પરિવારમાં પ્રીતિ જળવાશે અને મનપસંદ કાર્યોમાં રુચિ વધશે તેમજ આથક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા (પ.ઠ.ણ.) : ધારેલા કામમાં સફળતા મળશે અને વિરોધપક્ષથી વિજય મેળવશો તેમજ નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે, કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે.

તુલા (ર.ત.): તુલા રાશિના જાતકોને ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે તેમજ સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે અને સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે, લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે.

વૃશ્ર્ચિક (ન.ય.): આ રાશિના જાતકોને પરેશાની કામને બગાડશે તેમજ અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા અને ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે, મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે.

ધન (ભ.ધ.ફ.ઢ.) :રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે અને રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે તેમજ આર્થિક બાબતોમાં વિકાસ થશે, સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.

મકર (ખ.જ.) : રોગ, ૠણ અને વિવાદમાં સાવધાની રાખવી અને નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે તેમજ સંતાનના કાર્યોમાં સફળતા મળે, ધંધાકીય બાબતોમાં મયમ ફળ મળશે.

કુંભ (ગ.શ.ષ.સ.) : મનપસંદ કામમાં સફળતા મળશે અને આપની ભાવનાઓની કદર થશે તેમજ પદોન્નતિ માટે નવી તકો મળશે અને ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ.) : સાવચેતીથી કામ કરવું અને અચાનક ખર્ચથી પરેશાની વધશે તેમજ નોકરીમાં થોડી પરેશાની જણાશે,ધંધામાં મધ્યમ લાભ થશે.