ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી ટોની એબોટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો પર વાત કરી છે. આ દરમિયાન, તેમને ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં હિંદુ મંદિરોમાં કરવામાં આવેલ તોડફોડ અંગે પણ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમનું માનવું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મજબૂત સંબંધ છે. સમય સાથે આ સંબંધ વધુ મજબૂત બની રહ્યો છે.
પૂર્વ પ્રધાનમંત્રીના જણાવ્યા અનુસાર, તેઓ જાણે છે કે તાજેતરના સમયમાં કેટલાક મંદિરોને લઘુમતીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. ટોની એબોટે પણ સ્વીકાર્યું હતું કે ભારતીય અને ઓસ્ટ્રેલિયન સમુદાયો વચ્ચે કોઈ મુશ્કેલી નથી, પરંતુ તાજેતરના સમયમાં મતભેદ જોવા મળી રહ્યા છે. ટોની એબોટે કહ્યું, ‘જેમ કે મેં હંમેશા કહ્યું છે કે, ભારત હાલમાં વિશ્વની ઉભરતી લોકતાંત્રિક મહાસત્તા છે.’
ઓસ્ટ્રેલિયામાં ગત વર્ષે કેટલાક શખ્સો દ્વારા અનેક હિંદુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્થિતિ એવી હતી કે જાન્યુઆરી 2023ના પહેલા 15 દિવસમાં 3 હિંદુ મંદિરો પર હુમલા થયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાન તરફી લોકો આ ઘટનાને અંજામ આપી રહ્યા હતા.