પેરાસિટામોલ ખાતા પહેલા ચેતજો! ઘણી કંપનીઓની તાવની દવા ટેસ્ટમાં ફેલ, જુઓ આખું લિસ્ટ

  • ભારતીય દવા કંપનનીની કફ સિરપથી આફ્રિકી દેશમા બાળકોના મોતનાં આરોપો 
  • દેશમા અન્ય ઘણી દવાઓનાં સેમ્પલ તપાસમાં થયા છે ફેલ 
  • 45 દવાઓનાં સેમ્પલની ગુણવત્તા ખરાબ મળી 

ભારતીય દવા કંપનનીની કફ સિરપથી આફ્રિકી દેશમા બાળકોના મોતનાં આરોપો 

ભારતીય દવા કંપનીની કફ સિરપ પીવાથી આફ્રિકી દેશ ગામ્બિયામા 66 બાળકોના મોતના આરોપો વચ્ચે દેશમા અમુક અન્ય દવા કંપનીઓનાં સેમ્પલ પણ ફેલ થઈ ગયા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી ગયા મહિને જાહેર કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર, લગભગ 45 દવાઓના સેમ્પલની ગુણવત્તા ખરાબ મળી છે. ફેલ થયેલા સેમ્પલમાંથી 13 હીમાંચલ પ્રદેશ સ્થિત મેન્યુફેક્ચરિંગ યુનિટ્સથી છે. જે દવાઓના સેમ્પલ ફેલ થયા  છે, તેમાં પેરાસીટામોલ પણ સામેલ છે, જેનો ઉપયોગ ખૂબ જ વધારે છે અને સામાન્ય છે. 

45 દવાઓનાં સેમ્પલની ગુણવત્તા ખરાબ મળી 

એક રિપોર્ટ અનુસાર, આ વર્ષે મેમા આસિસ્ટન્ટ ડ્રગ્સ કન્ટ્રોલર એન્ડ લાઇસન્સિંગ અથોરિટી, નવી દિલ્હીએ ગ્લેનમાર્ક ફાર્માશૂટિકલ્સ લિમિટેડ સામે તપાસ શરૂ કરી હતી અને તેની એક દવા Telmisartanને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 140ની કલમ 17B(E)હેઠળ ‘સંદેહાસ્પદ’ જણાવાઈ છે. મોહાલી સ્થિત કંપનીના Ofloxacin અને Ornidazole એન્ટીબાયોટિકના સેમ્પલ પણ પરીક્ષણમાં પાસ ન થયા. 

ચંદીગઢ સ્થિત દવા કંપનીમાં નિર્મિત એન્ટીબાયોટિક Gentamicin injection  બેકટોરિયલ એંડોટોક્સિન્સ અને સ્ટરીલિટી ટેસ્ટ પાસ ન કરી શક્યું. હાલમાં જ હિમાચલમા કાલા એમબીની નિકસી લેબોરેટરીઝ તપાસનાં દાયરામા આવી હતી કેમકે ટેની એક દવા anaesthesia Propofol ગુણવત્તાની ટેસ્ટમાં ફેલ થઈ ગઈ હતી. સેમ્પલને ચંદીગઢ પીજીઆઈએમઆરમા પાંચ દર્દીઓનાં મોત બાદ ઇમરજન્સી વોર્ડથી એકત્રિત કરવામાં આવ્યા હતા. આ બધા દર્દીઓને સર્જરી પહેલા બેભાનીની આ દવા આપવામાં આવી હતી. હિમાચલની  દવા કંપનીને આ બેચની બધી જ દવા પરત લઈ લેવાનું કહેવામાં આવ્યું છે. 

રિપોર્ટ અનુસાર આ દવાઓ થઈ ટેસ્ટમાં ફેલ 

  • Methycobalamin, Alpha Lipoic acid- USV Pvt Ltd. Baddi
  • Paracetamol Tablets – T&G Medicare, Baddi
  • Paracetamol Tablets-  Alco Formulation, Faridabad
  • Paracetamol Tablets-  ANG Lifesciences, Solan
  • Chlordiazepoxide-  Wockhardt, Nalagarh
  • Amoxicillin-Potassium Clavulanate-  Mediwell Bioteh solan
  • Vitamin D3 Chewable tablets- Maxtar Biogenics, Nalagarh
  • Ofloxacin and Ornidazole tablets- Amkon Pharmaceuticals, Mohali
  • Lvermectin dispersible Tablets- Plena Remedies, Baddi
  • Itraconazole Capsules- Theon Pharmaceuticals, Baddi
  • Gentamicin Injection- BM Pharmaceuticals, Chandigharh
  • Mefenamic acid tablets- Navkar Lifesciences, Baddi
  • Aluminium hydroxide- Biogenetic Drugs Pvt Ltd. Baddi