શહેરા, શહેરા તાલુકાના નાકુડી ગામે આરોપી ઈસમોએ ફરીને બોરડીનુંં ઝાડ કાપવા બાબતે ઝગડો તકરાર કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના નાકુડી ગામે અજયભાઇ મહેન્દ્રભાઇ ઝાલાએ ઈશ્વરસિંહ માનસિંહ ઝાલાને બોરડી ઝાડ કાપવા બાબતે એક ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઈશ્વરસિંહ અને રણજીતસિંહને લાકડાનો દંંડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.