વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા અંદાજીત 33.16 કરોડના ખર્ચે નિર્માણ પામેલ લુણાવાડા જનરલ હોસ્પિટલના 150 પથારીનાં નવીન મકાનનું ઇ-લોકાર્પણ કરાયું

  • મહીસાગર જીલ્લા જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં 150 પથારીના નવીન મકાનનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
  • આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે : મંત્રી ડો કુબેરભાઈ ડીંડોર.

મહીસાગર, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાજકોટ ખાતેથી વર્ચુઅલ રીતે અંદાજીત 33.16 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે 150 પથારીનાં નવીન મકાનનું ઇ- ઉદ્દઘાટન કરાયું. આ પ્રસંગે લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, જનરલ હોસ્પિટલ લુણાવાડાના મહીસાગર જીલ્લા સહિત પંચમહાલ, દાહોદ, અરવલ્લી અને રાજસ્થાનના સરહદી વિસ્તારના અંદાજીત 15 થી 20 લાખ લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓનો સીધો લાભ મળશે. હાલ સુધી હોસ્પિટલમાં પ્રતિ વર્ષ ઓપીડી થકી એક લાખથી વધુ દર્દીઓ સારવાર લે છે ,નવીન હોસ્પિટલ બનવાથી અંદાજીત વાર્ષિક બે લાખ દર્દીઓ લાભ લઇ શકે તેવી હોસ્પિટલમાં સુવિધા પૂરી પાડવામાં આવનાર છે. હાલમાં વાર્ષિક 12000 દર્દીઓને દાખલ કરી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં બિલ્ડીંગ બનવાથી વાર્ષિક 30000 જેટલા દર્દીઓને દાખલ કરી શકાશે. હાલમાં વાર્ષિક 2500 પ્રસુતિ અને 500 સિઝેરિયન ઓપરેશન થાય છે જયારે નવી હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધા થયેથી પ્રસુતિમાં વધારો થઇ શકશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે નોંધણી, ઇમરજન્સી, રેડિયોલોજી, ફાર્મસી, લેબર એરિયા, ઓપીડી જેમ કે ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ગાયનેક, જનરલ, ડેન્ટલ,ડાયેટિશિયન, ફિઝિયોથેરાપી જેરિયાટ્રિક, સ્કિન, એનઆરસી, 3 ઓટી કોમ્પ્લેક્સ, લેબોરેટરી સેવા, મેલ અને ફીમેલ વોર્ડ, આઇસોલેશન વોર્ડ, સ્પેશીઅલ રૂમ, એન.આઈ.સી.યુ, પી.આઈ.સી.યુ, બર્ન, આઈ.સી.સી.યુ એસ આઈ સી.યુ, ,બ્લડ બેન્ક, એડમીન ઓફીસ, ઇલેક્ટ્રીકલ પાવર બેક અપ સિસ્ટમ, મોર્ચ્યુરી, લોન્ડ્રી, મેડીકલ ગેસ પાઇપ લાઇન, ઈજજઉ, ઇંટઅઈ ફાયર ફાઇટીગ સીસ્ટમ, વોટર સપ્લાય, સુઅરેજ સીસ્ટમ, બાયો મેડીકલ વેસ્ટ સીસ્ટમ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે.

વધુમાં તેમણે જણાવ્યું કે આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે રાજ્યમાં મજબૂત આરોગ્ય માળખું વિકસિત થયું છે. આયુષ્માન ભારત યોજનાથી ગંભીર બીમારીઓની સારવાર મેળવી રહેલા લાખો જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનો પરનું આર્થિક સંકટ ટળ્યું છે. આયુષ્યમાંન કાર્ડ થકી વિનામૂલ્યે 10 લાખ સુધી સુવિધા આપવામાં આવે છે.

આ પ્રસંગે સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, કોરોના સમયે લુણાવાડા ખાતે ઓછા બેડના કારણે દર્દીને અમદાવાદ, બરોડા જવું પડતું હતું ત્યારે આજ રોજ નવીન જનરલ હોસ્પિટલમાં 150 પથારી હોવાથી કોઈ પણ દર્દીને બીજા જીલ્લામાં સારવાર માટે જવું નઇ પડે અને ઘર આંગણે અધતન સુવિધાયુક્ત હોસ્પિટલમાં જ઼ લાભ મળી રહેશે. વડાપ્રધાન દ્વારા છેવાડાના માનવીની ચિંતા કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ઘરઆંગણે વંચિતો અને જરૂરિયાતમંદોને લાભ આપવામાં આવ્યો છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો સહિત લોકોએ નિહાળ્યું હતું.શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ નવીન જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ,જીલ્લા કલેકટર નેહા કુમારી, જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, નિવાસી અધિક કલેકટર સી વી લટાં, અગ્રણી દશરથભાઈ બારિયા, અગ્રણી જે પી પટેલ, જનરલ હોસ્પિટલ અધિક્ષક, આરોગ્ય અધિકારી, પ્રાંત અધિકારી, ડોક્ટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.