કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આગામી 7 મી માર્ચ રોજ આવશે ગુજરાતમાં પંચમહાલ, ગોધરા ખાતે વિરોધ પક્ષના નેતા અમિતભાઇ ચાવડા ની ઉપસ્થિતિમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજવામાં આવી.

  • કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આગામી 7 મી માર્ચ રોજ આવશે ગુજરાતમાં
  • ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી દાહોદથી શરૂ થશે અને 10 માર્ચે પૂર્ણ થશે

પંચમહાલ, પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે વિરોધ પક્ષના નેતા અમિતભાઇ ચાવડા ની ઉપસ્થિતિમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજવામાં આવી. જેમાં આગામી માર્ચ મહિનામાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલ ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલ જીલ્લામાંથી પસાર થનાર છે. જેને લઈને ચર્ચા અને કોંગ્રેસ પક્ષ સંઘટનાની કામગીરી સહિત આગામી લોકસભા ચૂંટણીનો સમીક્ષા અને તેની તૈયારીઓ કરવા માટે લઈ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પંચમહાલ જીલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાહુલ ગાંધીના નેતૃત્વ માં નીકળેલ ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચના રોજ ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરશે અને પંચમહાલ જીલ્લામાંથી પસાર થશે. જેને લઈ આ યાત્રાનો ભવ્ય સ્વાગત કરવા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે આજ રોજ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની પ્રમુખ ઉપસ્થિતિના પંચમહાલ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિસ્તૃત કારોબારીની બેઠક યોજવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ યાત્રા દેશના લોકોના હક અધિકાર માટે અને જે જે લોકોપર સરકાર દ્વારા અન્યાય અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, એ તમામ લોકોને હક અધિકાર મળે અને ન્યાય મળે એ સંકલ્પ સાથે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. એક તરફ બેરોજગારી નો મોટો પ્રશ્ર્ન છે ત્યારે બીજી તરફ સરકાર આદિવાસી સમાજના લોકોની જમીન હડફ કરવામાં આવી રહી છે, અનેક જગ્યાએ મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. પ્રજા મોંઘવારી, મંદી થી હેરાન પરેશાન છે અને શિક્ષણ તેમજ આરોગ્ય લક્ષી સુવિધાઓ નથી, તમામ ગુજરાતીઓ પર જે રીતે અન્યાય થઈ રહ્યો છે, તે તમામને ન્યાય અપાવવા માટે આ ન્યાય યાત્રામાં મોટી સંખ્યા લોકો જોડવા માટે અપીલ કરી હતી. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનને લઈ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સરકાર વિરોધી મત છે અને આ સરકાર ઝૂમલા સરકાર છે. લોકો પ્રસ્થાપિત કર્યો છે. આ નિશ્ફળ સરકાર છે, ત્યારે મતોના વિભાજનના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે. જેને લઈ કોંગ્રેસએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યો છે. આગામી લોકસભા ની ચૂંટણી માં ગુજરાતની 26 બેઠકો પૈકી 24 બેઠકો પર લડશે અને આમ આદમી પાર્ટી 2 બેઠકો પર લડશે. ત્યારે આવનારા સમય માં સામાન્ય લોકોની સરકાર આવશે, તેઓ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો. ભરૂચ બેઠક માટે ફૈજલ પટેલ વિવાદ મુદ્દે પૂછવામાં આવતા અમિત ચાવડાએ જણાયું હતું કે, પક્ષ માં કાર્યકારો અને હોદ્દેદારો ની અલગ અલગ વાત હોય શકે છે એને રજુઆત કરવાનો અધિકાર છે. પરંતુ પક્ષનું નેતૃત્વ બધા પાસાઓ ધ્યાન માં રાખીને નિર્ણય લેવાતું હોય ત્યારે તમામ એ તેનો સ્વીકાર કરવો જોઈએ. આગામી દિવસોમાં સુખદ સમાધાન કરીશું અને સૌ સાથે મળીને દેશમાં ઇન્ડિયા ગઠબંધન નેતૃત્વ વાળી સરકાર બને તે દિશામાં આગળ વધવા જણાવ્યું. 2019 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અને તેના એલાઇન્સ ને 35% જ મતો મળ્યા હતા અને 65% મતો વિરોધમાં પડ્યા હતા. મતોના વિભાજનના કારણે 2019 માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી. લોકો સરકાર બદલવા માંગે છે અને જો સરકાર બદલવી હોય તો સરકાર વિરોધી જે મત છે તે વહેચાઈ ન જાય તે માટે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે.

કોંગ્રેસ પક્ષમાં ચાલતી નારાજગી મુદ્દે અમિત ચાવડાનું મોટું નિવેદન ….

ગોધરા ખાતે વિરોધ પક્ષના નેતા અમિતભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે. જ્યાં મારાથી કોઈ કાર્યકર્તા કે હોદ્દેદારોનું મન દુ:ખ થયું હોય કે કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્ણય થી કોઈ નારાજ હોય તો ચોક્કસ કહી શકે છે. તો બીજી તરફ 156ની બહુમતીવાળી સરકારમાં 155 લોકો નારાજ છે, પણ બોલી નથી શકતા કે કોઈને કહી શકતા નથી અને કોઈ એમનો સાંભળતો નથી તેવી સ્થિતિ છે અને ભાજપમાં બે લોકોએ જ ડર અને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. જેના કારણે તેઓની પાર્ટીમાં આંતરિક લોકશાહી છે એ ખતમ થઈ છે. અમારી કોંગ્રેસ પાર્ટીમાં મોકળાશ છે, તો ભાજપ માં મોકળાશ અને આંતરિક લોકશાહી ખતમ થઈ જતા ભય, ડર અને સત્તા સહિત ઇડી, ઇન્કમટેક્સ, સીબીઆઈનો ડર ઉભો કર્યો છે. જેના કારણે ભાજપના જ અનેક નારાજ લોકો બોલી શકતા નથી.