ધોધંબા, જીંજરી ગ્રામ પંચાયતે વિકાસના કામોમાં નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરતાં ચકચાર મચી જવા પામી હતી. ઘોઘંબા તાલુકાના જીંજરી ગ્રામ પંચાયતમાં ખાડા અને ચોકડી બનાવવાની કામગીરી ચાલી રહી છે. પંચાયત દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરને આ કામ સોંપ્યું હતું. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં ગેરરીતી કરાતી હોવાની લોકબૂમ ઉઠતા સરપંચ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામોમાં ગુણવત્તાનો અભાવ દેખાતા સરપંચે સામાન્ય સભા બોલાવી કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી કરી તેને બ્લેકલિસ્ટ કરવાની તજવીજ હાથ ધરી હતી.
સરપંચની ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી તાલુકામાં ચર્ચાનો વિષય બની ગઈ હતી અને જિંજરી ગામના સરપંચના આ કાર્યથી પ્રેરણા લઈ અન્ય ગ્રામ પંચાયતો પણ કોન્ટ્રાક્ટર સામે પગલાં લે જેથી ભ્રષ્ટાચાર નાબૂદ થાય.