કાલોલ તાલુકાની 16 દુકાનોમાં જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન 5 દુકાનોમાંથી અનાજ વધ-ધટની ગેરરિતી ઝડપાઈ

કાલોલ, પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી તરીકે એચ.ટી.મકવાણાએ જયારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી સરકારી વ્યાજબી ભાવની દુકાનોની પારદર્શતા અંગે પ્રભાવી તપાસના હડકંપ દરમિયાન તાજેતરમમાં વધુ એકવાર કાલોલ તાલુકા વિસ્તારમાં કરેલી તપાસ દરમિયાન પાંચ સરકારી દુકાનોમાં વધધટની ગેરરિતીઓ ઝડપાઈ છે.

રાજય સરકાર દ્વારા સંચાલિત સરકારી વ્યાજબી ભાવની દુકાનો દ્વારા રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળે અને વિતરણ વ્યવસ્થા સંપુર્ણપણે પારદર્શિત બને તે માટે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાએ પ્રભાવી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. કોઈપણ પણ શહેશરમ રાખ્યા વગર પોતાની તપાસ દરમિયાન ગેરરિતીઓ આચરતા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે મઘ્યે તાજેતરમાં વધુ એકવાર પુરવઠા વિભાગની ટીમ દ્વારા કાલોલ તાલુકા વિસ્તારમાં ભાદરોલી, કાનોડ, મોકળ, બોડીદ્રા, આથમણા, સણસોલી, સાગાનામુવાડા, પીંગળી, ડેરોલ સ્ટેશન-1, ડેરોલ સ્ટેશન-2, રતનપુરા, પલાસા, સમા, જંત્રાલ, સાતમણા, અને બાકરોલ ગામ મળી જિલ્લાની 16 સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસ દરમિયાન કનોડ ગામની સરકારી દુકાનમાંથી 516 કિલો ધઉં અને 225 કિલો તુવેરદાળની ધટ, અંબાલા ગામની વ્યાજબી ભાવની દુકાનમાંથી 34 કિલો ધઉં અને 78 કિલો ચોખાની ધટ, પાલાસા ગામની વ્યાજબી ભાવની દુકાનમાંથી 40 કિલો ધઉં અને 170 કિલો ચોખાની ધટ અને રતનપુરા ગામની વ્યાજબી ભાવની દુકાનમાંથી 216 કિલો ધઉંની વધનો રિપોર્ટ કર્યો હતો. આમ ચાર દુકાનોમાંથથી કુલ 15 કટ્ટાની વધ તેમજ 13 કટ્ટાની ધટ મુજબ અંદાજે રૂ.59,878 જયારે વધુમાં કાનોડ ગામની વ્યાજબી ભાવની દુકાનમાંથી 10 કટ્ટા ધઉં તેમજ 5 કટ્ટા તુવેરદાળની વધ અંગે રૂ.42,666નો જથ્થો સીઝ કરી પાંચ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો વિરુદ્ધ પુરવઠા વિભાગના નિયમોનુસાર અસરકારક કાર્યવાહી હાથ ધરી હતી.