મોબાઇલ અંગે પૂછવાને લઈ પતિ-પત્ની વચ્ચે બોલાચાલી માં પતિએ પત્નીને હત્યા કરી

સાબરકાંઠા, સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં પતિએ પત્નીની હત્યા કરી દીધાની ઘટના સામે આવી છે. મોબાઇલ અંગે પૂછવાને લઈ પતિ-પત્ની વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પત્નીના માથાના ભાગે બોથડ બદાર્થ વડે હુમલો કરી મોત નિપજાવ્યુ હતુ. ઘટનાને પગલે પોલીસે પતિની ધરપકડ કરી હતી.

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં પતિએ પત્નિને મોબાઇલ અંગે પૂછપરછ કરતા ઘર્ષણ સર્જાયુ હતુ.ઇડરના પાનોલ ગામે રહેલા રાજસ્થાની દંપતી વચ્ચે ઘરેલું તકરાર સર્જાઈ હતી. મોબાઇલને લઈ પત્ની પર ઉશ્કેરાયેલા પતિએ બોથડ પદાર્થ લઈને હુમલો કર્યો હતો. આ દરમિયાન પતિએ પત્નીને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ગંભીર રીતે ઘાયલ પત્ની સવિતા મીણા (ઉંવ. ૩૫) સ્થળ પર જ બેહોશ થઈને ઢળી પડી હતી. પત્નીને સારવાર માટે ખસેડતા જ્યાં મૃત હોવાનું સરકારી હોસ્પિટલના તબિબોએ જાહેર કર્યુ હતુ. ઘટના અંગે ઇડર પોલીસને જાણ થતાં ઇડર પોલીસે હત્યાનો ગુનો નોંધીને પતિ રમેશ બાબુલાલ મીણાની ધરપકડ કરી હતી.