ગાંધીનગર, ગાંધીનગર ફરી એકવાર વિરોધ પ્રદર્શનીઓથી ઘેરાયું છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના ધરણા ગાંધીનગરના દરવાજા સુધી પહોંચીગ યા છે. સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પોતાની માંગ સાથે એકઠા થયા છે. પડતર પ્રશ્ર્નોને લઈ સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. જૂની પેન્શન યોજના, GPFનો લાભ, CPFમાં કર્મચારીઓનો ૧૪ ટકા ફાળો આપવાની માંગ સરકાર સામે કરવામાં આવી છે. તેમજ સાતમા પગાર પંચના બાકી લાભો આપવાની માંગ પણ કરાઈ છે. મોંઘવારી ભથ્થા સહિતના પ્રશ્ર્નોને લઈ કર્મચારીઓ આકરા પાણીએ છે.
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના હોદ્દેદારનો દાવો છે કે, વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચુટંણી પહેલાં સરકારે અમારી માંગ સ્વીકારી સમાધાન કર્યુ હતું. જોકે આજ દીન સુધી માગંણીઓનો અમલ થયો નથી. ૧૬ સપ્ટેમ્બરના રોજ મંત્રી સાથેની બેઠકમાં કર્મચારીના પ્રશ્ર્નનો ઉકેલ આવ્યો નથી. કોઈ ઉકેલ ના આવતા કર્મચારીઓઅ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો.