રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો કરશે તેવો કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને વિશ્વાસ

નવીદિલ્હી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફુગાવો અંકુશમાં હોવાથી રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો કરશે. આરબીઆઈ ફેબ્રુઆરી ૨૦૨૩ થી બેન્ચમાર્ક વ્યાજ દર ૬.૫ ટકાના સ્તરે જાળવી રાખ્યો હતો. ગોયલે કહ્યું કે દેશના આથક પાયા મજબૂત છે અને ફુગાવો અંકુશ હેઠળ છે. ભારતમાં ૧૦ વર્ષની સરેરાશ ફુગાવો લગભગ ૫ થી ૫.૫ ટકા છે.

છેલ્લા દોઢ વર્ષમાં યુક્રેન-કટોકટી પછી વ્યાજ દરો ફરીથી ૨૫૦ બેસિસ પોઈન્ટ્સ વયા છે. પરંતુ હવે ફુગાવો ખૂબ જ કાબૂમાં છે, જેથી ટૂંક સમયમાં વ્યાજદરમાં ઘટાડો શક્ય છે. હવે તેની શરૂઆત ભારતમાં થાય છે કે પછી ભલે તે વિશ્ર્વના અન્ય દેશોમાં હોય. મને લાગે છે કે તે માત્ર સમયની બાબત છે, એમ ગોયલે ઉમેર્યું હતું. રિઝર્વ બેંક ચાવીરૂપ ટૂંકા ગાળાના ધિરાણ દર (રેપો)માં ઘટાડો કરે તો કોર્પોરેટ તેમજ વ્યક્તિઓ બંને માટે ૠણની કિંમત ઘટી જશે અને તેથી EMIs પણ નીચે આવશે.

રિઝર્વ બેક્ધે ૮ ફેબ્રુઆરીએ સતત છઠ્ઠી વખત મહત્ત્વના પોલિસી રેટને ૬.૫ ટકા પર યથાવત રાખ્યા, જે વ્યક્તિઓ તેમજ કોર્પોરેટ બંને માટે ૠણની કિંમત મોટા ભાગે સ્થિર રાખી શકે છે અને આગામી નાણાકીય વર્ષ માટે છૂટક ફુગાવાના અંદાજને ઘટાડીને ૪.૫ ટકા કરી શકે છે. આગામી દ્વિમાસિક નાણાકીય નીતિ ૫ એપ્રિલે જાહેર કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકારની મહત્વાકાંક્ષા વર્તમાન USD 3.7 ટ્રિલિયન અર્થતંત્રને વધારીને ૨૦૪૭ સુધીમાં USD 30-35 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાની છે.