ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ દ્વારા રિવોલ્વર બતાવી ધમકી

વડોદરા, વડોદરામાં ભાજપાં કોર્પોરેટ દ્વારા કોમર્શીયલ પ્રોપર્ટી બેંકમાં ગિરવે હોવા છતાં બારોબાર વેચી મારી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. કોર્પોરેટર દ્વારા ટાઈટલ ક્લિયર કર્યા વગર ૧ કરોડમાં પ્રોપર્ટી વેચી મારી હતી. આ સમગ્ર મામલે મિલક્ત ખરીદનારે રજૂઆત કરતા કોર્પોરેટર દ્વારા રિવોલ્વર બતાવી ધમકી આપતા મિલક્ત ખરીદનારે કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે વેપારી પ્રાણનાથ શેટ્ટીએ માંજલપુર પોલીસ મથકે છેંતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર મામલે એ.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ટરનાં પ્રાણનાથ એસ.શેટ્ટીએ જણાવ્યું હતું કે, આ મામલે તા. ૧૪.૧૦.૨૦૧૯ નાં રોજ પોલીસ કમિશ્ર્નર કચેરીમાં ફરિયાદ આપી હતી. જેમાં ભાજપનાં કોર્પોરેટર કલ્પેશ પટેલે મને કહ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં વૈષ્ણોદેવી સોસાયટીની ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાન આવેલી બે દુકાનો તેમજ બીજો તેમજ ત્રીજો માળ વેચવાના છે. જે મિલક્ત અમે દોઢ કરોડમાં વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું. જે પૈકી એક કરોડ રૂપિયા કલ્પેશ પટેલને ચૂકવ્યા હતા.

પૈસા ચૂકવ્યા બાદ અમને ખબર પડી કે આ મિલ્ક્ત બેંકમાં ગીરો મૂકેલી છે. ત્યારે આ મિલ્ક બેંકમાં ગીરો હોવા છતાં અમારી પાસેથી ૧ કરોડ પડાવી લીધા હતા. તેમજ રિવોલ્વર બતાવીને ગભત ધમકીઓ આપી હતી. આ મામલે પોલીસ કમિશ્ર્નર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરતા ગુજરાત હાઈકોર્ટે યોગ્ય તપાસ કરવાનો હુકમ કર્યો હતો.