મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું ૮૭ વર્ષની વયે નિધન

મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું ૮૭ વર્ષની વયે અવસાન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન સવારે ૩ વાગ્યે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. મનોહર જોશીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી યાં તેમને અંતિમ શ્વાસ લીધા.થોડા મહિના પહેલા મનોહર જોશીને બ્રેઈન હેમરેજના કારણે હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે, તેમની તબિયત સ્થિર થતાં તેમને રજા આપવામાં આવી હતી. નોંધનીય છે કે મનોહર જોશી છેલ્લા ઘણા દિવસોથી નાદુરસ્ત તબિયતના કારણે સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા. મનોહર જોશીનો જન્મ ૨ ડિસેમ્બર ૧૯૩૭ના રોજ રાયગઢ જિલ્લાના નંદવી ગામમાં થયો હતો. ૧૯૯૫માં તેઓ ગઠબંધન સરકારમાં મહારાષ્ટર્રના મુખ્યમંત્રી બ ન્યા. બાળપણ – સંસ્કારી પરંતુ ગરીબ પરિવારમાં જન્મ્યા હોવાથી, તે બાળપણથી જ ’કમાવું અને શીખવું’ તકનીક સાથે સંઘર્ષ ચાલુ થયી ગયો હતો.

મનોહર જોશીએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પેારેશનના કાઉન્સિલર, મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, સાંસદ, કેન્દ્રીય ભારે ઉધોગ મંત્રી, લોક્સભાના અધ્યક્ષ અને રાયસભાના સભ્ય જેવા વિવિધ પદો પર સેવા આપી છે. બાળાસાહેબ ઠાકરેના સમયમાં શિવસેનામાં બળવો થયા પછી એકનાથ શિંદેએ તેમના હેઠળના વરિ નેતાઓને મળવાનું શ કયુ. એ જ સમયે એકનાથ શિંદે મનોહર જોશીને મળ્યા અને તેમની કારકિર્દીને નવો આયામ મળ્યો