ગોધરા, ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ દેવ તલાવડી ચોકડી પાસે બેબી લેન્ડ, સેન્ટ આર્નોલ્ડ સ્કુલ અને સ્વામી નારાયણ મંદિર પાસે સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરવામાં આવી છે.
ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ દેવ તલાવડી ચોકડી પાસે બેબી લેન્ડ, સેન્ટ આર્નોલ્ડ સ્કુલ અને સ્વામી નારાયણ મંદિર આવેલુ છે. જયાં વિધાર્થીઓ સહિત રાહદારોઓ, મંદિરે દર્શન કરનાર દર્શનાર્થીઓ મોટા પ્રમાણમાં અવર જવર કરતા હોય છે. અને આ જ રસ્તા ઉપર અમદાવાદ હાઈવે માર્ગ પસાર થાય છે. જયાં મોટી સંખ્યામાં વાહનચાલકો બેફામ પોતાનુ વાહન હંકારીને લઈ આવે છે. અને જેના કારણે ધણી વખત નાના-મોટા અકસ્માતો બનતા હોય છે. ત્યારે સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અને મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ અને રાહદારીઓની સલામતી અને સુરક્ષાના ભાગરૂપ સ્પીડ બ્રેકર મુકવા માટે ગોધરા શહેરના જાગૃત નાગરિક દ્વારા આર એન્ડ બી વિભાગના અધિકારીઓને લેખિતમાં આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.