કાલોલના વ્યાસડામાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા અધિકારીએ તપાસ કરી અનાજની વધ-ધટ પકડી

કાલોલ, કાલોલ તાલુકાના વ્યાસડામાં આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર ગોહિલ પ્રતાપસિંહ એન ને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને તેઓની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા ધઉંના બે કટ્ટા અને ચોખાના પાંચ કટ્ટાની ધટ મળી આવી હતી. અનાજની બજાર કિ.રૂ.13,292 તેમજ પરવાનેદારના ભાઈની કરિયાણાની દુકાનમાં અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ ધઉં 14.500 કિલો તથા ચોખા 202.500 આમ કુલ મળી 217 કિલો મળી આવેલ જેની કિ.રૂ.8249નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે. આમ કુલ 11 કટ્ટાની વધ-ધટ જેની કિ.રૂ.21,541 ગણી પરવાનેદાર સામે અનઅધિકૃત સંગ્રહ કરેલ તેમજ ધટ પડેલ જથ્થા અન્વયે કાર્યવાહી હાથ ધરાઈ છે.