ગોધરા, ગોધરા વાવડી શ્રીરામ રેસીડેન્સીમાં બંધ મકાનને અજાણ્યા ઈસમોએ નિશાન બનાવી ધરના દરવાજા તોડી ધરમાં તિજોરીમાં મુકી રાખેલા દાગીના તેમજ રોકડા મળી 1,19,000/-રૂપિયાની ચોરી કરી જતાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગોધરા શહેર વાવડી વિસ્તારમાં આવેલ શ્રીરામ રેસીડેન્સીમમાં રહેતા સંતોશભાઈ દલાભાઈ માલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. અને ધરના મુખ્ય દરવાજાનુ તાળુ તોડી ધરમાં પ્રવેશ કર્યો હતો. અને તિજોરીમાં મુકી રાખેલ સોના-ચાંદીના વપરાયેલ દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂ.1,19,000/-ના મત્તાની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.