ગોધરા, ગોધરા શહેર પાવર હાઉસ ભુરાવાવ પાસે ફોર વ્હિલ ચાલકે પોતાનુ પુરઝડપે હંકારી લાવીને ઓટો રિક્ષાને ટકકર મારી રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેર પાવર હાઉસ ભુરાવાવમાં રિક્ષા નં.જીજે-17-યુ-8825ના ચાલક મોહંમદ ચુરમલી (ઉ.વ.60)રિક્ષા લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે ફોર વ્હિલર ગાડી નં.જીજે-17-એન-9795ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને રિક્ષાને ટકકર મારતા રિક્ષા ચાલક મોહંમદ ચુરમલીને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવતા આ બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.