118-મહુધા વિધાનસભામાં ચકલાસી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

નડીયાદ, ગત લોકસભા સામાન્ય ચૂંટણી-2019માં ચકલાસી નગરપાલિકા વિસ્તારના દેવનગર, ભાખરપુરા, મીર લેંગ, રોહિતવાસ, ઓડ વગો વગેરે વિસ્તારોના મળી કુલ 4 થી 5 મતદાન મથકોમાં સરેરાશ કરતા ઓછા મતદાન થયેલ વિસ્તારમાં મતદાન જાગૃતિ વધારવા હેતુ થી ચકલાશી બ્રાન્ચ શાળા નડીયાદ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

આ વિસ્તારોમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં મતદારો અવશ્યક મતદાન કરે અને લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપે અને મતદાનની ટકાવારી વધે તે હેતુસર ચકલાસી બ્રાન્ચ શાળાના વાર્ષિકોત્સવ દરમ્યાન શાળાના બાળકો દ્વારા રંગલા-રંગલી પાત્ર મારફતે મતદારોને મતદાનની અપીલ કરવામાં આવી. તેમજ હાજર તમામે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી