છોટાઉદેપુર નકલી સરકારી કચેરી મહાકૌભાંડમાં તત્કાલીન પ્રાયોજન વહીવટદાર સંજય પંડયાને ઝડપી કોર્ટમાં રજુ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા

દાહોદ, છોટાઉદેપુર નકલી સરકારી કચેરીઓના કરોડો રૂપિયાના બહાર મહાકૌભાંડમાં વધુ ચોકાવનારા રહસ્યો બહાર આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યારે ગતરોજ પોલીસે તત્કાલિન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યાને ઝડપી પાડ્યાં બાદ તેને કોર્ટમાં રજુ કરતાં કોર્ટ સંજય પંડ્યાંની ત્રણ દિવસના એટલે કે તારીખ 26મી સુધીના પોલીસ રિમાન્ડ આપ્યાં હોવાનું જાણવા મળે છે.

છોટાઉદેપુરના સમાંતરે દાહોદમાંથી એક બે નહીં પરંતુ 6 નકલી સરકારી કચેરીઓ ને દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીમાંથી સતત 6 વર્ષો સુધી 100 ઉપરાંત વહીવટી કામોની મંજૂરી આપીને 18.59 કરોડ રૂપિયા થી 25 કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટના નાણાં ફાળવવામાં આવ્યા હોવાના વડોદરાના અબુબકર આણી મંડળીના મહાકૌભાંડને પ્રોત્સાહિત કરતા વહીવટમાં સામેલ વધુ એક અધિકારી દાહોદ પ્રાયોજના કચેરીના તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યાની દાહોદ પોલીસની ટીમે ગત રાત્રે અમદાવાદ ખાતેથી અટકાયત કરીને દાહોદ ખાતે લાવીને કાયદેસર પૂછપરછો શરૂ કરતા નકલી સરકારી કચેરીઓના કરોડો રૂપિયાના બહાર મહાકૌભાંડમાં વધુ ચોકાવનારા રહસ્યો બહાર આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યારે પોલીસે સંજય પંડ્યાંની ત્રણ દિવસના એટલે કે તારીખ 26મી સુધીના રિમાન્ડ મેળવ્યાં હોવાનું જાણવા મળે છે. દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતની 6 નકલી સરકારી કચેરીઓને 2018 થી 2023 સુધી એટલે કે 6 વર્ષો સુધી 100 વહીવટી કામોની મંજૂરીઓ આપી ને 18.59 કરોડ રૂપિયાની ગ્રાન્ટના નાણાં આપ્યા હોવાના મહાકૌભાંડના થયેલા પર્દાફાશમાં અત્યાર સુધી પૂર્વ પ્રાયોજના વહીવટદાર નિવૃત્ત આઈ.એ.એસ બી.ડી. નીનામા સમેત 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.દાહોદના આ 6 નકલી સરકારી કચેરીઓના મહાકૌભંડનો આંક તપાસોના અંતે અંદાજે 25 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. એમાં દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીમાં 2022 થી 2023 સુધી પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવવી ચૂકેલા સંજય પંડ્યાની વહીવટી સામેલગીરીઓ બહાર આવતા દાહોદ પોલીસ તંત્રની ટીમ દ્વારા લાંબા સમયના અલ્પવિરામ બાદ નકલી સરકારી કચેરીઓના મહાકૌભાંડ માં વધુ એક સનદી અધિકારી સંજય પંડ્યા ની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે.