- લુણાવાડ પોલીસ મથકે બન્ને વ્યાજખોર સામે ગુનો નોંધી ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા.
લુણાવાડા, મહિસાગર જીલ્લાના લુણાવાડામાં વ્યાજખોરન ત્રાસથી કંટાળી જઈને યુવાને ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પી જવાની જાણ થતાં પત્ની અને તેના ભાઈ દ્વારા લુણાવાડા સરકારી હોસ્પિટલમાં દાખલ કરતાં જીવ બચી જવા પામ્યો. આ બાબતે પોલીસ મથકે વ્યાજખોર બે ઈસમો સામે ફરિયાદ નોંધાવા પામી છે.
મહિસાગરના લુણાવાડાના મોડાસા ફળી વિસ્તારમાં રહેતા વસીમ ભટીયારાએ પાડોશમાં રહેતા રઈશાબાનુને પૈસાની જરૂર હતી. જેથી લુણાવાડામાં વ્યાજે નાણાં આપતા હિતેશ જોશી પાસેથી 2.50 લાખ અઢી લાખ વ્યાજે લીધા હતા અને વ્યાજે લીધેલા નાણાંના બદલામાં રોજ 1500 રૂપીયા જમા કરાવતા હતા.
જેની હિેતેશ જોશી ચોપડીમાં નોંધ કરતો હતો. વસીમ ભટીયારાએ વ્યાજે લીધેલ પૈસાના બદલમાં લુણાવાડા બ્રાન્ચનો કોરો ચેક આપ્યો હતો. વ્યાજે લીધેલ નાણાંના 40 ટકા રૂપીયા આપી દીધા હોવા છતાં હિતેશ જોશી અવારનવાર ઉધરાણી કરતો હતો અને પૈસા ભરવાના રહી જાય તો પેનલ્ટી ચડાવતો હતો. જેથી વસીમ ભાટીયારા ધર છોડી ચાલ્યા ગયા હતા. આ ઉપરાંત લુણાવાડામાં વ્યાજે નાણાં આપતા કમલેશ દાલ બાટીવાળા પાસેથી 3 લાખ રૂપીયા વ્યાજે લીધા હતા. બદલામાં એસ.બી.આઈ.ના કોરો ચેક લીધો હતો અને વસીમ ભાટીયારા આ વ્યાજખોર કમલેશ દાલબાટીવાળાના ત્યાં પણ રોજના 2 હજાર જમા કરતો હતો. તેને પણ 50 ટકા પૈસા આપી દીધા હતા. તેમ છતાં ઉધરાણી કરતાં ધર છોડીની લીમડી જતો રહ્યો હતો. ત્યારે પણ કમલેશ ધરે ઉધરાણી માટે આવ્યો હતો. 3 લાખ આપી દે તેમ કહી ધમકાવતા હતા. આમ લુણાવાડાના વ્યાજખોર હિેતશ જોશી અને કમલેશ દાલબાટીવાળાના ત્રાસ થી કંટાળી જઈને વસીમ ભાટીયારાએ ઝેરી દવા પી લીધી હતી. દવા પી ગયાની પત્નીને જાણ થતાં તેના ભાઈ સાથે બાઈક ઉપર બેસાડીને લુણાવાડા સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સમયસર સારવાર મળતાં વસીમ ભાટયારાનો જીવ બચી જવા પામ્યો હતો. સારવાર બાદ સ્વસ્થ થતાં લુણાવાડા પોલીસ મથકે કમલેશભાઇ જગતનાથ તૈલી તથા હિેતેશલાલ શંકરલાલ જોશી વ્યાજખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધી બન્ને ઈસમોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.