નવીદિલ્હી, દેશમાં રેલ્વેની કાયાપલટ માટે મોદી સરકાર દ્વારા એક બાદ એક લેવાઈ રહેલા પગલામાં હવે બહુ જલ્દી દેશમાં ૫૦ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવશે.
રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં દરભંગા-અયોધ્યા -આનંદવિહાર ટર્મીનલ પર જે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દોડે છે તેની સફળતા જોતા અલગ અલગ રૂટો પર પણ આ ટ્રેનો દોડાવાશે. અમૃત ભારત સુપર ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં નોનએસી કોચ હોય છે અને તેના કોચની ડિઝાઈન વધુ આરામદાયક બનાવાઈ છે. સામાન રાખવા માટે ખાસ રેક ઉપરાંત મોબાઈલ ચાર્જર પોઈન્ટ એલઈડી લાઈટ, સીસીટીવી તથા એનાઉન્સીંગ પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે.