ઘોઘંબાના ભાણપુરા ગામે કરંટ લાગતા એક યુવાનનું મોત એક મહિલા ઘાયલ

ઘોઘંબા તાલુકાના ભાણપુરા ગામે ઉગમણા ફળિયામાં રહેતા વિઠ્ઠલભાઈ પરમાર ના વાડા માં ચાલુ વીજવાયર પડતા પરેશ નામના ૩૦ વર્ષના યુવાનને કરંટ લાગતા મોત નીપજયું હતું તથા અન્ય એક મહિલા લીલાબેન ભલાભાઇ ને કરંટ લાગતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


ભાણપુરાના ઉગમણા ફળિયા માં આજે સવારના અરસામાં લીલાબેન ઘરના વાડામાં કામ કરી રહ્યા હતા પરેશ પણ ઘરના વાડામાં હોય અકસ્માતે અચાનક વીજવાયર પરેશ ઉપર પડતાં ગંભીર રીતે દાઝી જતાં તેનું મોત નીપજ્યું હતું જ્યારે લીલાબેન પણ અડફેટમાં આવી જતા તેમણે પણ કરંટ લાગ્યો હતો તેમને ઘોઘંબા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે આ બનાવ માં એક નાનકડા બાળકનો આબાદ બચાવ થયો હતો .આ બનાવને પગલે નાનકડા ભાણપુરા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.