દેશના અગ્રણી હિરાનંદાની ગ્રુપના હેડ ક્વાર્ટર અને ઓફિસોમાં ઇડીના દરોડા

મુંબઇ, ઇડી એ આજે મુંબઇનો રિયલ એસ્ટેટ ડેવલપર્સ હીરાનંદાની ગ્રુપના હેડ કવાર્ટર અને અનેક ઓફિસોમાં દરોડા પાડ્યા હતા ઇડીએ આ દરોડા વિદેશી મુદ્ર પ્રબંધન અધિનિયમ-ફેમાના ભંગ બદલ દરોડા પાડ્યા હોવાનું બહાર આવ્યું છે.

રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે આ કેસ ટીએમસી નેતા મહુઆ મોઇત્રા સાથે સંબંધિત નથી, ઉલ્લેખનીય છે કે અગાઉ મહુઆ મોઇત્રાનું હિરાનંદાની સાથે અન્ય કેસમાં કનેકશન ખુલ્યું હતું અને ઇડીએ મોઇત્રાને સમન્સ પણ પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા ૨૦૨૨માં ઇડીએ હીરાનંદાની ગ્રુપના ૨૪ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. ફાઇનાન્શિયલ ગરબડને લઇને આ દરોડા પડાયા હતા. નિરંજન હિારનંદાની અને સુરેન્દ્ર હિરાનંદાનીએ ૧૯૭૮માં હિરાનંદાની ગ્રુપની સ્થાપના કરી હતી જેનું મુખ્યાલય મુંબઇમાં છે.

આ બિઝનેશ ગ્રુપ ભારતના સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલપર્સમાનું એક છે. તેના મુંબઇ, બેંગ્લુરુ, ચેન્નાઇ, હૈદ્રાબાદમાં અનેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ છે.