નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટમાં જેમનો સમાવેશ થાય તેવી ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટમાં આકાર લઇ રહી છે. જેમાં હાલ IPD સેવા છેલ્લા બે વર્ષથી કાર્યરત છે અને હવે IPD સેવા પણ આગામી ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થવા જય રહી છે.
વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટના લોકાર્પણ પહેલા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ચુક્યો છે. એઇમ્સમાં ભરતી પ્રક્રિયા સાથે સાથે સારામાં સારી સારવાર અપાવવા આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે જેથી દર્દીઓને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં સરવર માટે ધક્કા ખાવા ન પડે. રાજકોટ એઇમ્સમાં દર સોમવારથી શનિવાર સવારના ૧૧ થી ૧ વાગ્યા સુધી ઈસંજીવની ઓપીડી વિભાગ કાર્યરત હોય છે. મોબાઈલ એપ્લિકેશન મારફત રજીસ્ટ્રેશન કરાવી બાદમાં ઓનલાઇન સમય મેળવી સારવાર કરાવવાની રહેશે. આ સારવારમાં ટીબી, શ્વાસના રોગ, છાતીના રોગ, એનેસ્થેસિયા વિભાગ,સ્ત્રીરોગ, પ્રસુતિ વિભાગ, નેત્ર વિભાગ, બાળરોગ વિભાગ, દાંત વિભાગ, માનસિક રોગ, કાન નાક ગળા વિભાગ, ચામડી રોગ અને એક્સરે વિભાગની સેવાઓ કાર્યરત છે. સોમવારથી શનિવાર સુધી સામાન્ય OPD કાર્યરત હોય છે જેમાં સોમવારથી શુક્રવાર સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી અને શનિવારે સવારે ૯ થી બપોરના ૨ વાગ્યા સુઘી OPD કાર્યરત રહે છે.
આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ એઇમ્સનું લોકાર્પણ કરશે. આ પછી રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓ માત્ર OPD બાદ IPD સારવાર પણ રાજક્તિ એઇમ્સ ખાતે મળી રહેશે. જેમાં ૧૯૦ ડોક્ટર્સ અને ૩૧૮ નસગ સ્ટાસ દર્દીઓની સેવા અને સારવારમાં હાજર તૈનાત રહેશે. ૨૫૦ બેડન IPD નું લોકાર્પણ થશે જેમાં ૨૫ બેડ ICU વાળા રાખવામાં આવશે. જયારે હાર્ટ એટેક, અકસ્માત, સહીત ઇમરજન્સી કિસ્સામાં ડોક્ટરોની ટીમ હાજર રહેશે અને હાલમાં ૨ એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવશે. જે ભવિષ્યમાં ૫ થી વધુ કરી દેવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ એઇમ્સ ખાતેથી આગામી સમયમાં દર્દીઓને અલગ અલગ ૨૩ પ્રકારની સારવાર પણ મળી રહેશે.