વોંશિગ્ટન, જગત જમાદાર અમેરિકામાં આગામી નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોણ જીતશે અને છેલ્લે કોણ રેસમાં રહેશે એ વાત ભલે હજી સ્પષ્ટ નથી થઈ. પરંતુ ઉપરાષ્ટ્રપતિ માટે એક નવું નામ સામે આવ્યું છે.
જો ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણીમાં જીતી જશે તો તે ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને ડેપ્યુટી પ્રેસિડેન્ટ બનાવી શકે છે. આ વાતની હાલ ખૂબ ચર્ચામાં છે. જો કે આ અગાઉ રિપબ્લિકન પાર્ટીની તરફથી રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવા માટે વિવેક રામાસ્વામી પણ રેસમાં સામેલ હતા. પરંતુ આંતરિક ચૂંટણી પહેલા તબક્કાથી પહેલા તેમને જાતે આ હરિફાઈથીઅલગ કરી લીધા અને ટ્રમ્પના સમર્થનની જાહેરાત કરી દીધી હતી.
ભારતીય-અમેરિકન વિવેક રામાસ્વામી, બાયોટેકનોલોજી ઉદ્યોગસાહસિક બનેલા રાજકીય નેતા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૨૦૨૪ ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમના સંભવિત રનિંગ સાથી તરીકે ગણવામાં આવતા નામો પૈકી એક છે. પોલિટીકો ડોટ કોમના રિપોર્ટ અનુસાર, મંગળવારે ફોક્સ ન્યૂઝના ’ટાઉન હોલ’ કાર્યક્રમ દરમિયાન હોસ્ટે ટ્રમ્પને ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેમની પસંદગીના છ સંભવિત વિકલ્પો વિશે પૂછ્યું. આના પર ટ્રમ્પે સાઉથ કેરોલિનાના સેનેટર ટિમ સ્કોટ, લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ, હવાઈના પૂર્વ સાંસદ તુલસી ગબાર્ડ, વિવેક રામાસ્વામી, લોરિડાના પ્રતિનિધિ બાયરોન ડોનાલ્ડ્સ અને સાઉથ ડાકોટાના ગવર્નર ક્રિસ્ટી નોઇમનું નામ લીધું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે એક અન્ય ભારતીય-અમેરિકી નિક્કી હેલીનું નામ ન લીધું. જે હજી રિપબ્લિકન પાર્ટી તરફથી ટ્રમ્પથી હરિફ છે. અને તે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં છે. જ્યારે રામાસ્વામી જાન્યુઆરી દરમિયાન આયોવા કોક્સમાં પોતાના કંગાળ પ્રદર્શન પછી રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના રૂપમાં પાછળ હટી ગયા હતા. જો કે આના બદલે ટ્રમ્પનું સમર્થન પણ કર્યું હતું. ટાઉન હોલ ઈવેન્ટની યજમાની દરમિયાન જ્યારે તેઓેને પૂછાયું કે, શું એ બધા તમારી યાદી છે?ટ્રમ્પે જણાવ્યું કે તેઓ બધા યાદીમાં છે. ઈમાનદારીથી કહું તો તેઓ બધા લોકો સારા છે. તેઓ સારા છે અને મજબૂત છે. રામાસ્વામીએ આ અગાઉ ઓગસ્ટ-૨૦૨૩માં રિપબ્લિકન ઉમેદવારી ન હોવાની સ્થિતિમાં ટ્રમ્પની સાથે ઉપરાષ્ટ્રપતિની રેસમાં સામેલ થવાનો સંકેત આપ્યો હતો.