ભારતીય વિદ્યાર્થીનીને પોલીસની કારે ટક્કર મારતા મોત થયું હતુ, પોલીસકર્મી નિર્દોષ સાબિત થતા લોકોમાં રોષ

વોંશિગ્ટન, ગત જાન્યુઆરી મહિનામાં ભારતીય વિદ્યાર્થીની જાન્હવી કંડુલાનું મોત પોલીસની કારથી થયું હોવા છંતા પોલીસ અધિકારી સામે કોઈ ફોજદારી કાર્યવાહી કરાશે નહીં. પુરાવાના અભાવે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કિંગ કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસે કહ્યું કે તેઓ સિએટલ પોલીસ ઓફિસર કેવિન ડેવ સામે ફોજદારી કાર્યવાહી કરશે નહીં. કંડુલાનું મોત હૃદયદ્રાવક છે અને કિંગ કાઉન્ટી સહિત સમગ્ર વિશ્ર્વને અસર કરી છે.

જાહ્નવી કંડુલાને ૨૩ જાન્યુઆરીએ સિએટલના રસ્તા પર પોલીસના વાહને ટક્કર મારી હતી, જેના કારણે જાહ્નવીનું મોત થયું હતું. ઘટના દરમિયાન જ્હાન્વીને ટક્કર મારનારી પોલીસની કાર ૧૧૯ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી, જ્હાન્વી રોડ ક્રોસ કરતી હતી તે સમયે આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે જ્હાન્વી લગભગ ૧૦૦ ફૂટ સુધી ઉંછડીને નીચે પડતા તેનું મોત થયું હતું.

પોલીસ અધિકારીઓ ડ્રગ્સના ઓવરડોઝના ઈમરજન્સી કોલ પર ઘટના સ્થળે જઈ રહ્યાં હતા અને તેઓ ઝડપથી ઘટના સ્થળે પહોંચવા માટે વધુ ઝડપે ગાડી ચલાવી રહ્યાં હતા. દરમિયાન રોડ ક્રોસ કરી રહેલી જ્હાન્વી કારની સામે આવી જતા ટક્કર મારી હતી. ફરિયાદી વિભાગે કહ્યું કે કેવિન દવે વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યાં નથી, જેના કારણે તેમની સામે ફોજદારી કાર્યવાહી થશે નહીં જોઈએ.

આ ઘટના બાદ પોલીસ વિભાગે બોડીકેમ ફૂટેજ જાહેર કર્યાં હતા, જેમાં સિએટલ પોલીસ ઓફિસર ડેનિયલ ઓર્ડર અકસ્માત પર હસતા જોવા મળ્યાં હતા, જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો.

ડેનિયલ અકસ્માતમાં સામેલ ન હતા, પરંતુ અકસ્માતની માહિતી મળતાં તે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડેનિયલ હસીને કહ્યું કે તે મરી ગઈ છે, તેનું મૂલ્ય મર્યાદિત હતું. ડેનિયલનો બોડીકેમ વીડિયો સાર્વજનિક થતાં સિએટલ પોલીસને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ વિભાગે પણ ડેનિયલના વર્તનની ટીકા કરી હતી, કહ્યું હતું કે આવા વર્તનથી સિએટલ પોલીસમાં લોકોનો વિશ્વાસ ઘટી ગયો છે. હંગામાને પગલે ડેનિયલને ઓપરેશનલ પદ પરથી હટાવવામાં આવ્યાં હતા અને હવે તેની સામે કોઇ કાર્યવાહી ન થતા ભારતીય સમૂદાયમાં રોષ વ્યાપી ગયો છે.