થેંક્સ બટ નો-થેંકસ : યુક્રેન સમસ્યામાં વડાપ્રધાન મોદીની મધ્યસ્થીની ઓફર નકારતા ઝેલેન્સ્કી

યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધમાં શાંતિ સ્થાપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફર પર આભાર માનતા યુક્રેનના રાષ્ટ્રપતિ ક્વોડીમીર ઝેલેન્સ્કીએ જો કે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરવા તૈયાર નથી.

હાલમાં જ વડાપ્રધાન શ્રી મોદીએ યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિની અપીલ કરી હતી અને ભારત વાટાઘાટ માટે સહાય કરી શકે છે તેવી પણ ઓફર કરી હતી.શ્રી મોદીએ ઝેલેન્સ્કી સાથેની વાતચીતમાં જણાવ્યું કે સંઘર્ષનું કોઇ સૈન્ય સમાધાન હોતુ નથી અને બંને દેશો વચ્ચે શાંતિ પ્રયાસો માટે ભારત તત્પર છે.

વડાપ્રધાનની આ અપીલ પર પ્રતિભાવ આપતા ઝેલેન્સ્કીએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં તે રશિયાના રાષ્ટ્રપતિ સાથે કોઇ પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર નથી. અગાઉ યુક્રેને પોતાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી પરંતુ રશિયા વાટાઘાટ માટે આગળ આવ્યું નથી અને ઇરાદાપૂર્વક પ્રક્રિયાને નબળી બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે.
મેં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મારા વક્તવ્યમાં જણાવ્યું હતું કે, શાંતિ માટે અમે સાથે મળીને કામ કરવા તૈયાર છીએ. પરંતુ યુક્રેનની એકતા અને અખંડીતતા અમારા માટે મહત્વની છે અને તેને ટેકો આપવા માટે ભારતનો આભાર પણ માન્યો છે. વડાપ્રધાને આ વાતચીતમાં વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અંગે પણ ચર્ચા કરી હતી.