ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

ભરૂચ, ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ના હસ્તે કરવામાં આવ્યા હતા.

ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં આકાંક્ષાનગરી સોસાયટીમાં અંદાજીત રૂ. ૨૦ લાખના ખર્ચે બનનાર ગટરલાઇન તથા અંદાજીત રૂ. ૩૦ લાખના ખર્ચે બનનાર ઇઝ્રઝ્ર માર્ગનું ખાતમુહુર્ત અને અંદાજીત રૂ. ૧૨ લાખના ખર્ચે બનેલ સ્મશાનગૃહ તથા કમ્પાઉન્ડ વોલના કામનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિીના હસ્તે કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ આરવ બંગલોઝ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી અયક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકારો, ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.