ગાંધીનગર, વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવ્યો છે. આ પલ્ટો ઉત્તર ગુજરાતના ખેડૂતોના નસીબમાં પણ પલ્ટો લાવી શકે છે. અરવલ્લી અને પાટણમાં વાદળછાયુ વાતાવરણ છે અને બનાસકાંઠામાં કમોસમી વરસાદ પણ આવ્યો હતો. આના લીધે સમગ્ર વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. તેમને શિયાળુ પાક બગડવાનો ડર લાગી રહ્યો છે.
શિયાળુ પાકની લણણી સમયે ત્રાટકેલા વરસાદના લીધે ખેડૂતોની આફત વધી છે. સમગ્ર વિસ્તારમાં વરસાદી વાતાવરણે ખેડૂતોની સ્થિતિ બગાડી છે. પાટણ સહિતના જિલ્લામાં વાતાવરણના પલ્ટાને લઈને ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. પાક વાવેતરમાં મોંઘા ભાવનું ખેડ, ખાતર, બિયારણ પાછળ મોટા ખર્ચા કરીને તેઓએ એરંડાના પાકનું વાવેતર કર્યુ છે. તેના પછી ઠાર, વાદળછાયા વાતવરણ અને ગરમીના લીધે પાકમાં રોગચાળો આવી ગયો છે. એરંડાના ઉભા પાકમાં ઇયળો આવી જતાં તે છોડને કોરી ખાવા લાગી છે. તેની સીધી અસર પાક ઉત્પાદન પર પડતા ખેડૂતોની સ્થિતિ વણસી છે.એરંડાના ઊભા પાકમાં ઇયળોના ઉપદ્રવના લીધે છોડની માળો અને પાન કોરી ખાવામાં આવ્યા છે. ઇયળો આખા પાકમાં પ્રસરી જતાં અને છોડનો માળો કોરી ખાતા તેની સીધી સર પાકના ઉત્પાદન પર પડશે. તેના લીધે ખેડૂતો ચિંતાતુર થયા છે. તેના લીદે એરંડા પાકમાં ૫૦ મણ ઉત્પાદનની શા સામે રોગચાળાના લીધે માંડ ૧૦થી ૧૫ મણ ઉત્પાદન થાય તેમ મનાય છે.