દાહોદ દ્વારા વિશ્વકર્મા જયંતિ મહોત્સવ અંતર્ગત દાહોદ શહેરના વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ, દાહોદ શહેરમાં પંચાલ સમાજ નવયુવક મંડળ, દાહોદ દ્વારા વિશ્વકર્મા જયંતિ મહોત્સવ અંતર્ગત દાહોદ શહેરના વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે દાહોદ શહેરમાં વિશ્વકર્મા ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરમાં નિર્ધારિત માર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના વયોવૃધ્ધથી લઈ બાળકો જેમ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી રહી ત્યારે શોભાયાત્રામાં મહિલાઓના રાશ, ગરબાએ વિશેષ રમઝટ બોલાવી હતી.

વિશ્વકર્મા જયંતિ મહોત્વ નિમિત્તે આજરોજ દાહોદ શહેરમાં ચેતના સોસાયટીમાં આવેલ વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ પંચાલ સમાજની વાડી, ચેતના સોસાયટી, દાહોદ ખાતે આનંદ મેળો તથઆ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પંચાલ સમાજના સૌ બાળકો તેમજ જ્ઞાતિબંધુઓને આનંદમેળામાં ખાણીપીણીના સ્ટોલ તેમજ આનંદ-પ્રમોદના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે બીજા દિવસે એટલે કે આજરોજ તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ નિમિત્તે વિશ્વકર્મા ભગવાનનો કેશન દુધથી અભિષેક, વિશ્વકર્મા ભગવાનનું પૂજન, અલ્પાહાર, વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા દાહોદ શહેરમાં વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા વિશ્વકર્મા મંદિરથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. શોભાયામાં સમાજના તમામ લોકો હાજર રહ્યાં હતા. ત્યારે શોભાયાત્રામાં મહિલાઓની રાશ, ગરબા મંડળીએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. શોભાયાત્રા નિર્ધારિત માર્ગો પર ફરી પરત મંદિરે ફરી હતી. ત્યાર બાદ પ્રાંસગિક પ્રવચન, ધજાઓરોહણ, થાળ તથા મહાઆરતી તેમજ મહાપ્રસાદ જેવા કાર્યક્રમો યોજાયા હતાં.