ગરબાડા, ગરબાડા તાલુકામાં બસ સ્ટેન્ડ મંજુર થયાને ધણો સમય વિતવા છતાં તંત્ર દ્વારા હાલ સુધી બસ સ્ટેન્ડ માટે ફાળવેલ જમીન પરના કાંટાના ઝાડ કાપી સાફસફાઈની કામગીરી ચાલુ કરવામાં આવી નથી. ત્યારે અનેકવાર અધિકારીઓ બસ સ્ટેન્ડના સ્થળની મુલાકાત કરતા હોય છે છતાં આજદિન સુધી આ જમીન પર કોઈપણ પ્રકારની કામગીરી ચાલુ કરવામાં ન આવતા દાહોદ જિલ્લા ડીઆરડીએ ના નિયામક દ્વારા આ બસ સ્ટેન્ડની જમીનની મુલાકાત માટે આવ્યા હતા. ત્યારે ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા તંત્રના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી ના કરતા ડીઆરડીએ નિયામક અધિકારીનો ઉઘડો લીધો હતો. અને એક થી બે દિવસમાં આ જમીન પરના ઝાડ કાપી સાફ સફાઈ કરી વાહનો અવર જવર થાય તો બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરી શકાય તે માટે રસ્તો બનાવવા ચેતવણી આપી હતી. જેથી કરી બસ સ્ટેન્ડ બનાવવા માટેની કામગીરી ઝડપથી કરી શકાય અને લોકોને પડતી મુશ્કેલી વહેલી તકે દુર થાય તેમને વધુ અગવડ ન પડે તે માટે અધિકારીઓને વહેલી તકે કામગીરી શરૂ કરવા માટે ટકોર કરવામાં આવી હતી.