કાલોલ જીઆઈડીસી કોલોનીમાં પરપ્રાંતિય શ્રમિક યુવકે ગળેફાંસો ખાઈ આપધાત કર્યો

કાલોલ, કાલોલ જીઆઈડીસીમમાં ભાડાના મકાનમાં પરપ્રાંતિય શ્રમિકો સાથે રહેતા એક યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કર્યાની ધટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મઘ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી કાલોલ આવેલા સોૈરભ મોહન લોધી, શેખર ફુલસીંગ લોધી, અભિષેક ઉમેશ લોધી, અર્જુન રજજુસીંગ લોધી અને સોમનાથ ગોપાલસિંહ લોધી(ઉ.વ.23)એમ પાંચ પરપ્રાંતિય શ્રમિરાકો જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરીનને જીઆઈડીસી કોલોની ખાતે એક ભાડાના મકાનમાં રહેતા હતા. જે મઘ્યે તા.20ના રોજ નિયત સમયે ચારેય મિત્રો નોકરી જવા નીકળ્યા ત્યારે સોમનાથ ગોપાલસિંહ લોધીએ મારી તબિયત નરમ હોવાથી હું નોકરી ઉપર આવતો નથી તેમ જણાવતા ચારેય મિત્રો નોકરીએ ગયા હતા. જયારે સોમનાથ એકલો રૂમમાં રોકાયો હતો. આ ચારેય મિત્રો સાંજના સુમારે તેના મિત્રને ફોન કરી માર્કેટમાંથી શાકભાજી લઈ આવેલ છુ અને આપણા બધાનુ જમવાનુ બનાવી રાખુ છુ તેવુ પણ જણાવ્યુ હતુ. જે પછી ચારેય મિત્રો કંપનીમાં ઓવરટાઈમ કરીને રાત્રિના સમયે કંપનીમાંથી રૂમ પર આવતા પહેલા રૂમમાં સોમનાથ જોવા મળ્યો નહિ જેથી બીજા રૂમમાં જોતા રૂમની લાઈટ ચાલુ કરી જોતા સોમનાથ રૂમના છતના ભાગે લગાવેલા પંખા ઉપર કાળા કલરના વાયર વડે પોતાને ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકેલો જોવા મળ્યો હતો. એ સમયે ચારેય મિત્રો ગભરાઈ જઈ નીચે ઉતારીને જોતા તે મરણ હાલતમાં જોવા મળ્યો હતો. જે ધટના અંગે સોમનાથના ધરે ફોન કરીને જાણ કરીને તેમની કંપનીના કોઈ કર્મચારીને જાણ કરતા સોૈ પરિચિતો ધટના સ્થળે દોડી આવ્યા હતા. જે સોૈએ મળીને સોમનાથની લાશને એક ખાનગી વાહન મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.