- બીજી T20માં ભારતની જીત, આફ્રિકાને હરાવ્યું
- આફ્રિકાને 16 રનથી હરાવી ભારતે સીરીઝ પર કર્યો કબજો
- ભારતે 3 મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી
ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 237 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાને જીત માટે અને સીરીઝમાં બરાબરી કરવા માટે 238 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ સાઉથ આફ્રિકા 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 221 રન જ બનાવી શક્યું. ટીમ ઇન્ડિયાએ 16 રનથી જીત મેળવી છે. આ સાથે જ ભારતે 3 મેચની સીરીઝીમાં 2-0થી લીડ મેળવી લીધી છે અને સીરીઝ પોતાના નામે કરી છે. આ પહેલી વખત બન્યું છે કે જ્યારે ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને પોતાના ઘરમાં કોઈ T20 સીરીઝમાં માત આપી હોય.
ડેવિડ મિલરે ફટકારી હતી સદી
238 રનનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાએ અંત સુધી લડાઈ લડી. ડેવિડ મિલરે 47 બોલમાં 106 રનની જબરદસ્ત ઇનિંગ રમી. પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા, તેમનો સ્ટ્રાઇક રેટ 225થી વધુ રહ્યો. આ સિવાય ક્વિંટન ડિ કૉકે 69 રનની ઇનિંગ રમી.