ગોધરા, ગોધરા મોદીની વાડી નં.1 આરોપી ઈસમે પોતાનુ મકાન પરપ્રાંતિય ઈસમને કોઈપણ પ્રકારના આઈ.ડી.વગર આપી દઈ જાહેરનામાંનો ભંગ કરતા આ બાબતે એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા મોદીની વાડી નં.1માં રહેતા રામજરાભાઈ હિરાલાલ શાહ એ પોતાના કબ્જાનુ મકાન પરપ્રાંતિય વ્યકિતને કોઈપણ જાતના આઈ.ડી.વગર આપી તેમજ આ બાબતે પોલીસને જાણ નહિ કરી જાહેરનામાંનો ભંગ કરતા આ બાબતે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો છે.