હરણી બોટકાંડ બાદ રાજ્યમાં ૨૧ જોખમી બોટ સેવા બંધ કરાઈ

વડોદરા, રાજ્યમાં વડોદરામાં બનેલી હરણી બોટકાંડ બાદ તંત્ર જાગૃત બન્યું છે. જેના અંગે આજે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજુ કર્યો હતો. જેમાં સરકારે જણાવ્યું કે, હરણી બોટકાંડ રાજયભરમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં નિયમોનું પાલન કરતી નહોતી તેવી ૨૧ બોટ બંધ કરવામાં આવી છે. જ્યારે અન્ય કેટલાંકમાં સુરક્ષાના પાલનની સુચના આપવામાં આવી છે.

૧૮ જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી જવાના કારણે ૧૨ બાળકો અને ૨ શિક્ષિકાઓના ડૂબી જવાના કારણે મોત થયા હતા. જેના પછી રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ચાલતી અન્ય બોટ સેવાનો સર્વે કરાવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, ૪૦ જેટલી બોટમાંથી જે નિયમોનું પાલન કરતી નહોતી તેવી ૨૧ બોટ બંધ કરવામાં આવી છે. તેમજ જેતે સ્થાન પર બોટિંગ માટેના લાયસન્સ સહિતની સુવિધા ફરજિયાત કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યમાં આવેલી વોટર બોડીઝ જ્યાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ હોય તેની માહિતી આપવામાં આવી છે. વડોદરા દુર્ઘટના બાદ રાજ્યમાં તમામ ઈન લેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. જે જગ્યાએ નિયમો સેટીના સાધનો હતા ત્યાં જ મંજૂરી અપાઈ છે. જ્યાં નિયમો પળાતા નહોતા ત્યાં રાજ્યમાં ૨૧ જગ્યાએ બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરાયા છે.

આ અંગે કોર્ટે આદેશ આપ્યો છેકે, તમામ બોટમાં લાઇફ જેકેટ તેમજ તરવૈયાઓ પણ હોવા જોઈએ તેવી વ્યવસ્થા કરવાની રહેશે. આ સાથે જ તમામ બોટિંગ કરાવતી બોટોનું લાયસન્સ ફરજિયાત રાખવું જોઇએ, જેની સાથે જ દરેક બોટિંગ સ્થળ પર તરવૈયા હોવા જોઈએ. આ પ્રકારની ઘટના આગળ ન બને તેના માઠે પણ સરકારે કાળજી રાખવી જોઇએ. જ્યારે સરકારે ૐઝ્રમાં પોતાની બેદરકારીની ભૂલ સ્વીકારી જવાબ આપ્યો છે. જેના અંગે સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, હરણી બોટકાંડની તપાસ ચાલી રહી છે. જેમાં નિર્દોષ બાળકો,શિક્ષકોનાં જીવ ગયાં બાદ સરકારે પણ ગંભીરતા સમજી છે. અને તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ સરકારે રાજ્યભરમાં સર્વે કર્યો છે અને જરૂરી પગલાં ભર્યા છે.