ગોધરા,
પંંચમહાલના સુપ્રસિદ્ધ શકિતપીઠ પાવાગઢ ખાતે નવરાત્રીના પર્વએ મોટી સંખ્યામાં માઈ ભકતો દર્શન માટે ઉમટી પડયા છે. યાત્રાધામ પાવાગઢના નવિનીકરણ બાદ યાત્રાળુઓનો ભારે ધસારો રહે છે. આજે સાતમા નોરતે અને રવિવારના દિવસે બે લાખ ઉપરાંત માઈભકતો દર્શન કર્યા.
પાવાગઢ સુપ્રસિદ્ધ શકિતપીઠ ખાતે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતની રાજ્યોની ભકતો મહાકાળી માતાજીના દર્શન માટે આવતાં હોય છે. આસો નવરાત્રીના પાવન પર્વમાં યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પહેલા નોરતા થી મોટી સંખ્યામાં માઈ ભકતો દર્શન માટે પગપાળા અને વાહનો મારફતે પહોંંચ્યા છે. નવરાત્રીમાં પાવાગઢ ખાતે માઇ ભકતોના ધસારાને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર, મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે સુવિધા અને સુરક્ષાને લગતી વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલા નોરતા થી અત્યાર સુધી લાખો યાત્રાળુ દર્શન ચુકયા છે. આજે આસો માસના સાતમું નોરતું અને રવિવારના બેવડા સંયોગ હોવાથી બે લાખ ઉપરાંંત માઈ ભકતો દર્શન માટે ઉમટી પડયા હતા. માઈ ભકતોના ધસારાને લઈ ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી છે.