ખેડૂતોની દિલ્હી કૂચ દરમિયાન ટીયર ગેસના શેલને કારણે ૨૩ વર્ષના યુવકનું મોત

નવીદિલ્હી, ખેડૂતોનો વિરોધને પગલે દાતા સિંહ ખાનોરી બોર્ડર પર બે પોલીસકર્મી અને એક પ્રદર્શનકારી ઘાયલ થયાના અહેવાલ છે, જેમની સારવાર ચાલી રહી છે. ખેડૂતોની દિલ્હી કૂચ દરમિયાન અનેક પ્રકારના સમાચાર અને અફવાઓ ફેલાઈ રહી છે.હરિયાણા પોલીસે ૩.૩૦ વાગ્યે ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું કે હજુ સુધી તેમની પાસે કોઈના મૃત્યુ અંગે કોઈ માહિતી નથી. પોલીસે તેને અફવા ગણાવી છે. હરિયાણા પોલીસે ટ્વિટમાં કહ્યું છે કે, ’અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર આજે ખેડૂતોના આંદોલનમાં કોઈ ખેડૂતનું મોત થયું નથી. આ માત્ર એક અફવા છે. માહિતી છે કે દાતા સિંહ ખાનોરી બોર્ડર પર બે પોલીસકર્મી અને એક પ્રદર્શનકારી ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.

ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે અમે આગળ વધ્યા, સરકારે અમને વાતચીત માટે આમંત્રણ આપ્યું. સરકાર અમારી વિરુદ્ધ અભિયાન ચલાવે છે. તેમણે કહ્યું કે ખેડૂતનો દાવો છે કે ૨૩ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. અમે પછી દિલ્હી જઈશું, પહેલા અમારી જવાબદારી શહીદ થયેલા બાળક પ્રત્યે છે.

ભારતીય ક્સિાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે સરકારને પડકાર ફેંક્તા કહ્યું કે કાં તો તે સુધારે, નહીંતર અમે દિલ્હી પણ આવી શકીએ. તેણે હરિયાણાની શંભુ બોર્ડરની તુલના પાકિસ્તાન બોર્ડર સાથે કરી હતી. ભારતીય ક્સિાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત, જે લવ-લશ્કર સાથે મેરઠ કલેક્ટરાલયનો ઘેરાવ કરવા માટે આવ્યા હતા, તેમણે કહ્યું કે શંભુ બોર્ડર પર સ્પાઇક્સ લગાવીને સ્થિતિ આવી બની છે. રાકેશ ટિકૈતે કહ્યું કે આ સંઘર્ષ ચાલુ રહેશે. વાતચીત દ્વારા જ ઉકેલ મળશે. તેમણે કહ્યું કે હરિયાણામાં ખેડૂતો પર જે રીતે શેલ અને ગોળીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનાથી સમગ્ર દેશ ગુસ્સે છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ કહ્યું કે પરસ્પર સમજણ અને વાતચીત અને સતત ક્રિયાપ્રતિક્રિયા દ્વારા કંઈપણ ઉકેલી શકાય છે. મુદ્દો ગમે તે હોય, આપણે વાતચીત દ્વારા તેનો ઉકેલ શોધી શકીએ છીએ. અમે ચર્ચા દ્વારા ઉકેલ લાવી શકીએ છીએ.