ખેડૂતોને ટ્રેક્ટર વડે ગાઝીપુર બોર્ડર પાર કરવી મુશ્કેલ,પોલીસની છે ચાંપતી નજર

નવીદિલ્હી, દિલ્હીની સરહદો પર તૈનાત દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળો હાઈ એલર્ટ મોડ પર કોઈપણ સંજોગોમાં આંદોલનકારીઓ અને તેમની ટ્રેક્ટર ટ્રોલીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. ગાઝીપુર બોર્ડર પર સવસ રોડ બ્લોક છે, પરંતુ એલિવેટેડ કોરિડોરની બે લેન બંને તરફ વાહનોની અવરજવર માટે ખુલ્લી રાખવામાં આવી છે.

આવી સ્થિતિમાં, દિલ્હીથી ગાઝિયાબાદ સુધી દરરોજ મુસાફરી કરનારા ટ્રેક્ટરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે સુરક્ષા કર્મચારીઓ ટ્રેક્ટરને જોતા જ એક્શનમાં આવી જાય છે.પશ્ચિમ દિલ્હીના ખેડૂત આંદોલનકારીઓને ગાઝીપુર સરહદમાં પ્રવેશતા રોકવા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તે જ સમયે, સવારે ૯ વાગ્યાથી ટ્રાફિકની અવરજવરમાં સમસ્યા સર્જાઈ હતી, ત્યારબાદ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ૧૨ વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

દિલ્હી પોલીસના ઈસ્ટર્ન રેન્જ એસ.એસ.કલસીએ જણાવ્યું કે,આ વખતે સરહદ પર આંતરરાજ્ય પોલીસ સંકલન અને મજબૂત વ્યવસ્થા છે. આંદોલનકારીઓને અહીંથી દિલ્હીમાં કોઈપણ રીતે પ્રવેશવાની મંજૂરી ન મળે તે માટે બહુ-સ્તરીય નાકાબંધી સ્થાપિત કરવામાં આવી છે.દિલ્હી પોલીસ હરિયાણા અને યુપી પોલીસના સતત સંપર્કમાં છે. ઇનપુટ પણ શેર કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી ઉત્તર પ્રદેશથી દિલ્હી તરફ કોઈ ખેડૂત સંગઠનની હિલચાલની કોઈ વાત નથી. સામાન્ય લોકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે, પોલીસકર્મીઓ સતત ટ્રાફિકની અવરજવર જાળવવા પ્રયાસ કરી રહ્યા છે.

પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી અંગે કેન્દ્ર સાથે ચાર રાઉન્ડની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ, વિરોધ કરી રહેલા ખેડૂતોએ પંજાબ-હરિયાણા સરહદ પર બે જગ્યાએથી તેમની કૂચ શરૂ કરી છે. પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડયા હતા.કેન્દ્રના અંદાજ મુજબ, ૧૨૦૦ ટ્રેક્ટર-ટ્રોલીઓ, ૩૦૦ કાર અને ૧૦ મિની બસો અને અન્ય ઘણા નાના વાહનો સહિત લગભગ ૧૪,૦૦૦ લોકો પંજાબ-હરિયાણા બોર્ડર પર એકઠા થયા છે અને પંજાબ સરકાર સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે.