પાકિસ્તાની સંસદે બળાત્કારના દોષિતોને જાહેરમાં ફાંસી આપવાની માંગને ફગાવી

ઇસ્લામાબાદ, સેનેટર મુશ્તાકે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં એકલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જ બળાત્કારના ૧૧૨૨ કેસ નોંધાયા છે. આ ઘટનાઓ બાદ પોલીસે ૫૮૧ લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી ૪૯૪ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. મહિલાઓ પર બળાત્કારના ૩૪૧ શકમંદોમાંથી માત્ર ૨૩ને જ સજા થઈ હતી. છોકરીઓ પર બળાત્કારના ૧૫૨ આરોપીઓમાંથી કોર્ટે માત્ર ૬૪ને સજા સંભળાવી.

પાકિસ્તાની સંસદના ઉપલા ગૃહ સેનેટે મંગળવારે યૌન અપરાધીઓ અને બળાત્કારના દોષિતોને જાહેરમાં ફાંસી આપવાની માગણી કરતું બિલ ફગાવી દીધું હતું. ’ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અનુસાર, સેનેટર મુશ્તાક અહેમદ ખાને સોમવારે અયક્ષ સાદિક સંજરાનીની અધ્યક્ષતામાં સેનેટના વિદાય સત્ર દરમિયાન બિલ રજૂ કર્યું હતું.

સેનેટર મુશ્તાકે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં એકલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બળાત્કારના ૧,૧૨૨ કેસ નોંધાયા છે. આ ઘટનાઓ બાદ પોલીસે ૫૮૧ વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાંથી ૪૯૪ નિર્દોષ છૂટ્યા હતા. મહિલાઓ પર બળાત્કારના ૩૪૧ શકમંદોમાંથી માત્ર ૨૩ને જ સજા થઈ હતી. છોકરીઓ પર બળાત્કારના ૧૫૨ આરોપીઓમાંથી કોર્ટે માત્ર ૬૪ને સજા સંભળાવી.