ખેડૂતો પર વારી ગઈ ગુજરાત સરકાર: લોક્સભા પહેલાં વીજ કર વસૂલવામાં અંગે મોટો નિર્ણય

ગાંધીનગર, ખેડૂતો માટે સારા સમાચાર…આગામી લોક્સભાની ચૂંટણીઓ પહેલાં જ ગુજરાત સરકારે હલ કરી દીધો ખેડૂતોનો વર્ષો જૂનો પ્રશ્ર્ન. ખેડૂતો પર વારી ગઈ ગુજરાત સરકાર. ભાજપ સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે એવો સરકાર દ્વારા દાવો કરાય છે. ત્યારે આ વખતે ખેડૂતોના હિતમાં લેવાયેલો નિર્ણય એ વાતની હામી પુરાવે છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે તેમ,ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું.

મંત્રી દેસાઈએ પેટા પ્રશ્ર્નોનો જવાબ આપતા કહ્યું હતું કે,ખાનગી વીજ કંપનીઓ પાસેથી વીજ રેગ્યુલેટરિટીના નિયત કરેલા દર મુજબ જ વીજળીની ખરીદી કરવામાં આવે છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ ૨૦૦૭માં ૧૦ ટકા હતો જેને વર્ષ ૨૦૧૨માં ઘટાડીને ૭.૫૦ ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ ૨૫૦ યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી. ખાનગી વીજ કંપનીઓ પાસેથી રેગ્યુલેટરિટી ઓથોરિટીના નક્કી દર મુજબ જ વીજળી ખરીદીની વ્યવસ્થા કરવામાં આવી છે.

જ્યારે શહેરી વિસ્તારમાં અગાઉની સરકારમાં વર્ષ ૧૯૮૦માં ૪૦ ટકા વીજ કર વસૂલવામાં આવતો હતો જે અમારી સરકારે ગ્રાહકોના હિતમાં વર્ષ ૨૦૦૬માં ૨૦ ટકા અને વર્ષ ૨૦૧૨માં તેમાં પણ ઘટાડો કરીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે તેમ, મંત્રી વધુ વિગતો આપતાં કહ્યું હતું.ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને વીજબિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજબિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જે સંદર્ભે પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૨૬,૬૩૭ ખેડૂતોને વીજ બીલમાં વાષક રૂ.૧.૬૭ કરોડની રાહત મળી છે.

મંત્રીએ કહ્યું કે, પાટણ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૧૩,૧૦૯ ખેડૂતોને વીજ બિલમાં વાષક રૂ.૬.૦૫ કરોડની રાહત આપવામાં આવી છે. તે જ રીતે રાજકોટ જિલ્લામાં ૧,૬૨,૩૨૫ ખેડૂતોને વીજબિલમાં વાષક રૂ.૧૬.૯૦ કરોડની ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવી છે.