લોક્સભા ચૂંટણીની જાહેરાત એક અઠવાડિયું મોડી થવાની શકયતા૭ તબક્કામાં ચૂંટણી યોજાઈ તેવી શક્યતાઓ

નવીદિલ્હી, દેશમાં ઉનાળો શ થઈ રહ્યો છે અને રાજકીય તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દરેકના મનમાં એક જ પ્રશ્ર્ન છે કે લોક્સભાની ચૂંટણીનો કાર્યક્રમ કયારે જાહેર થશે? ચૂંટણી પચં સામાન્ય ચૂંટણી પહેલા તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ એવું માનવામાં આવે છે કે છેલ્લી ચૂંટણીઓની સરખામણીએ આ વખતે ચૂંટણી કાર્યક્રમની જાહેરાતમાં લગભગ એક સાહનો વિલબં થઈ શકે છે.

ચૂંટણી પંચે ૧૦ માર્ચ ૨૦૧૯ના રોજ ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. ચૂંટણી પચં હાલમાં દરેક રાયોની મુલાકાતે છે અને અધિકારીઓ અને રાજકીય પક્ષો સાથે ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી રહ્યું છે. પચં હાલમાં બિહારના પ્રવાસે છે. સૂત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં પંચની મુલાકાતોનું શિડુલ નક્કી છે. આયોગ ૧૨ અને ૧૩ માર્ચે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ પછી જ માર્ચના ત્રીજા સાહ સુધીમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. સીબીએસઈ બોર્ડની પરીક્ષા ૧૦મી એપ્રિલે પૂરી થશે. સૂત્રોનું કહેવું છે કે આ પછી જ પ્રથમ તબક્કાના મતદાન અંગે નિર્ણય લેવામાં આવશે જેથી શાળાઓમાં મતદાન કેન્દ્રોની વ્યવસ્થાને અસર ન થાય.

ચૂંટણીની જાહેરાત પહેલા આયોગની મુખ્ય રાજ્યોની મુલાકાતો મહત્વની છે. આ મુલાકાતો દરમિયાન કમિશન મુખ્યત્વે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરે છે. તે શાળા-કોલેજની પરીક્ષાઓ, તહેવારો અને હવામાન વિશે વહીવટીતત્રં અને રાજકીય પક્ષો પાસેથી અભિપ્રાયો પણ લે છે. આ ફીડબેક ચૂંટણીની તારીખો નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આયોગ ૨૩ ફેબ્રુઆરીએ તમિલનાડુની મુલાકાત લેશે. જે બાદ તેઓ યુપી અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. સપ્ટેમ્બર-ઓકટોબર અને એપ્રિલ-મેને રાષ્ટર્રીય સ્તરે ચૂંટણી માટે અનુકૂળ મોસમ ગણવામાં આવે છે. તહેવારો, શાળા-કોલેજના બાળકોની પરીક્ષા, ખેડૂતોની સ્થિતિ, અધિકારીઓની બદલી, સરકારી રજાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીની જાહેરાત શકય છે. લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના દિવસો નજીક આવી રહ્યા છે. દરેક જણ અનુમાન લગાવી રહ્યા છે કે કયા મહિનામાં ચૂંટણી યોજાશે અને સંભવિત તારીખો શું હશે. તાજેતરમાં, ચૂંટણી પંચના એક પત્રમાં સંકેત આપવામાં આવ્યો છે કે ૧૬ એપ્રિલ પછી કોઈપણ સમયે મતદાનની તારીખો નક્કી કરી શકાય છે. આ વખતે એપ્રિલ-મે-જૂનમાં ચૂંટણી થઈ શકે છે. આ વખતે પણ ૭ તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે.