
- તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 12 જેટલા પ્રશ્ર્નોનો હકારાત્મક રીતે નિકાલ કરાયો.
દાહોદ,લોકોના પડતર પ્રશ્ર્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ર્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જે મુજબ વર્ષ 2024નો ફેબ્રુઆરી મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ 21મીએ યોજાયો હતો.
આજરોજ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં યોજાયા હતા. કલેક્ટર યોગેશ નિરગુડે એ દેવગઢબારિયા મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહી લોકોના પ્રશ્ર્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કર્યું હતું. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 12 જેટલા પ્રશ્ર્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ,મામલતદાર સમીર પટેલ સહિત અધિકારી ઓ કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.