ઝાલોદના ધાવડીયા ગામે છકડાએ બાઈકને અડફેટમાં લેતાં બાઈક ચાલકનું મોત

દાહોદ,દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામે એક છકડાના ચાલકે એક મોટરસાયકલ ના ચાલકને અડફેટમાં લેતા મોટર સાયકલના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોતની જાણવા મળે છે.

ગત તારીખ 19 મી ફેબ્રુઆરીના ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામેથી માછણ નદીના પુલ પાસેથી એક લોડિંગ છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો પૂર ઝડપે તેમજ ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ત્યાંથી મોટરસાયકલ લઈ પસાર થઈ રહેલ ઝાલોદ તાલુકાના ઠુંઠીકંકાસિયા ગામે ભગત ફળિયામાં રહેતા વિનોદભાઈ ને છકડાના ચાલકે અડફેટમાં લેતા વિનોદભાઈને હાથે પગે તેમજ શરીરના ભાગે ગંભીર જીવલણ ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે દોડી આવેલ સ્થાનિક લોકો તેમજ પરિવારજનો દ્વારા ગંભીર ઇજાગ્રસ્ત વિનોદભાઈને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વિનોદભાઈનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે સવસીંગભાઇ મગનભાઈ ગરાસીયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.