
- ગામના માર્ગો ઉપર ઢોલ નગારા સાથે બેનરો અને સૂત્રો દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો.
ગોધરા,રાયસીંગપુરા પ્રાથમિક શાળા અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન પંચમહાલના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગામના માર્ગો ઉપર રેલી કાઢીને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગોધરા તાલુકાના રાયસિંગપૂરા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં જ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોએ ઢોલ નગારા સાથે હાથમાં બેનરો અને સૂત્રો પોકારી માતૃભાષા ગુજરાતીના સંવર્ધન અને જાગૃતિ માટેના પ્રયત્નો કર્યા હતા. શિક્ષકોએ બાળકોને માતૃભાષા શિક્ષણ અને માતૃભાષાના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષામાં ભણેલા ગામના બે વિદ્યાર્થીઓ યોગેશ રાઠોડ અને ફાલ્ગુની રાઠોડનું પુષ્પગુચ્છ આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષક ચંદુભાઈ તાવીયાડ, દલપતસિંહ બારીયા, જતીનભાઈ પાઠક, મહેન્દ્ર પરમાર, ધર્મિષ્ઠા મહિડાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંયોજન અને સંચાલન મહેન્દ્ર પરમારે કર્યું હતું.